Not Set/ સોનિયા ગાંધીનો આભાર, પડદા પાછળની વાતોનું કેપ્ટન અમરિંદરસિંહે કર્યું ખંડન

“પૂર્વ મુખ્યમંત્રીને પક્ષમાં રહેવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આંતરિક રીતે મનાવવા પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ કેપ્ટન અમરિંદર વતી નિવેદન જાહેર કરી તેને નકારી કાઢવામાં આવ્યું છે.

Top Stories India
કેપ્ટન અમરિંદરસિંહે કર્યું ખંડન

કોંગ્રેસ સાથે આંતરિક વાતચીતના અહેવાલો ખોટા છે. ફરી એક થવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. હું સોનિયા ગાંધીનો તેમના સમર્થન માટે આભારી છું, પરંતુ ફરીથી કોંગ્રેસમાં રહીશ નહીં. કેપ્ટન અમરિંદર સિંહને ટાંકીને તેમના સહયોગી રવીન ઠુકરાલે આ નિવેદન આપ્યું છે.

વાસ્તવમાં, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને નવી પાર્ટીની રચનાની જાહેરાત કર્યા પછી, ચંદીગઢ સ્થિત અખબાર, ધ ટ્રિબ્યુને તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે “પૂર્વ મુખ્યમંત્રીને પક્ષમાં રહેવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આંતરિક રીતે મનાવવા પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ કેપ્ટન અમરિંદર વતી નિવેદન જાહેર કરી તેને નકારી કાઢવામાં આવ્યું છે.

અખબારે કોંગ્રેસના આંતરિક સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા મતોના વિભાજનના ડરથી પાર્ટી નથી ઇચ્છતી કે, અમરિન્દર સિંહને કોંગ્રેસના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો રાખે. કારણ કે તે એવા કોંગ્રેસના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માંગે છે જે પાર્ટીથી  નારાજ ચાલી રહ્યા છે.

અમરિંદર સિંહે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે,  તેઓ પોતાની પાર્ટી બનાવીને પંજાબની ચૂંટણી લડશે. રવીન ઠુકરાલે તેના દ્વારા ટ્વીટ કરીને લખ્યું, ‘હું ટૂંક સમયમાં મારી નવી પાર્ટી બનાવીશ. ખેડૂતોનો મુદ્દો ઉકેલાયા બાદ પંજાબ ચૂંટણી માટે બેઠકની વહેંચણી અંગે ભાજપ અને અન્ય પક્ષો સાથે વાતચીત કરવામાં આવશે. મારો હેતુ પંજાબ અને ખેડૂતોના હિતમાં કામ કરવાનો છે.