Gujarat Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. અરબ સાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થવાથી ગુજરાતમાં વરસાદના એંધાણ છે. દિવાળી સુધી વાતાવરણમાં પલટો આવવાથી કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આખો ઓક્ટોબર મહિનો વરસાદથી ભીંજાયેલો રહેશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા દાના વાવાઝોડાની અસર ગુજરાતમાં થવાની સંભાવના નહિવત્ છે. સૌથી વધુ ઓડિશા અને પશ્ચિમ બંગાળને અસર કરશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 7થી 14 નવેમ્બરે પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. માર્ચ 2025 સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ગઈકાલે ગુજરાતના 20 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો.
23 અને 24 ઓક્ટોબર ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. આજે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 23 થી 25 ઓક્ટોબર સુધી વરસાદ નહિવત રહેશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ ઓછું રહેશે.અમદાવાદ સહિત ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ કેમ નથી લેતો ? ઓક્ટોબરમાં અંગ દઝાડતી ગરમી અને વરસાદ
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, 12 તાલુકામાં બેથી પાંચ ઇંચ વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, આ જીલ્લાઓ પણ ભીંજાયા, IMDની વરસાદને લઈ મોટી આગાહી