ભારતીય મૂળના લોકોની આખી દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ છે, જ્યારે ઋષિ સુનક બ્રિટનમાં ટ્રેઝરી વિભાગ સાંભળી રહ્યા છે.. ‘2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડર’એ તેની પહેલી યાદીમાં જણાવ્યું છે કે, ભારતીય મૂળના 200 થી વધુ લોકો યુએસ અને યુકે સહિત વિશ્વના 15 દેશોમાં નેતૃત્વ પદ ધરાવે છે. તેમાંથી 60 લોકોએ મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું છે.
ઇન્ડિયાસ્પોરાના સ્થાપક, ઉદ્યોગપતિ અને રોકાણકાર એમ.આર. રંગસ્વામીએ જણાવ્યું હતું કે,’વિશ્વના સૌથી પ્રાચીન લોકશાહી દેશની પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના છે તે ખૂબ ગૌરવની વાત છે. તે જ સમયે, અમેરિકન સાંસદ એમી બેરાએ કહ્યું, ‘2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડર’ ની યાદીમાં સામેલ થવું મારા માટે ગર્વની વાત છે.
સંસદમાં સૌથી લાંબી સેવા આપતા સાંસદ તરીકે મને ભારતીય-અમેરિકન સમુદાયનો નેતા હોવાનો ગર્વ છે. આ સમુદાય અમેરિકન જીવન અને સમાજનો અભિન્ન ભાગ બની ગયો છે. ‘ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બત્રીસ મિલિયન ભારતીય વિવિધ દેશોમાં રહે છે. મોટાભાગના બિનનિવાસી ભારતીયો વિશ્વભરના અન્ય દેશોમાં રહે છે.
સોમવારે જાહેર થયેલી સૂચિમાં રાજદ્વારીઓ, સાંસદ-ધારાસભ્યો, મધ્યસ્થ બેન્કોના વડાઓ અને વરિષ્ઠ અમલદારોનો સમાવેશ થાય છે. જ્યારે ઉપરના 15 દેશોમાં ઓસ્ટ્રેલિયા,કેનેડા,સિંગાપોર,દક્ષિણ આફ્રિકા,સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન અને અમેરિકા જેવા દેશો શામેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
