Not Set/ કેનેડાની સંસદના એક સભ્યે એવું તો શું કર્યું કે, તેમને થવું પડ્યું શર્મસાર

કેનેડિયન સંસદના એક સભ્ય હાઉસ ઓફ કોમન્સની ડિજિટલ-માધ્યમથી ચાલી રહેલી મિટિંગ દરમિયાન, કપડા વિના કેમેરાની સામે આવ્યા, જેના પછી તેઓને ખુબ જ શરમ આવી હતી.

World

કેનેડિયન સંસદના એક સભ્ય હાઉસ ઓફ કોમન્સની ડિજિટલ-માધ્યમથી ચાલી રહેલી મિટિંગ દરમિયાન, કપડા વિના કેમેરાની સામે આવ્યા, જેના પછી તેઓને ખુબ જ શરમ આવી હતી. સસંદની આ કૃત્ય જોઈને મિટિંગમાં હાજર તમામ સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. વિલિયમ એમોસ, જે 2015 થી પોન્ટિયાકના ક્યુબેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, બુધવારે તેના સાથી સાંસદોની સ્ક્રીન પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં દેખાયા. વૈશ્વિક મહામારીને કારણે, કેનેડિયન ઘણા ધારાસભ્યો વિડીયો કોન્ફરન્સ દ્વારા સંસદીય સત્રોમાં ભાગ લઈ રહ્યા છે.

canadian mp naked

આ પણ વાંચો :ફ્રાન્સે પાકિસ્તાનમાંથી નાગરિકોને પરત બોલાવ્યા

તેનો એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નગ્ન જોવા મળી રહ્યા છે. એમોસ ડેસ્કની પાછળ ઉભેલા નજરે પડે છે અને પ્રાઈવેટ પાર્ટને મોબાઈલથી કવર કરતા જોવા મળી રહ્યા છે. તે હજી સુધી જાણી શકાયું નથી કે તેઓએ આ કોઈ હેતુસર કર્યું કે ભૂલ હતી. મીડિયામાં સમાચારો આવ્યા અને અપમાનજંક સ્થિતિનો સામનો કર્યા પછી, એમોસે એક ઈ-મેલ નિવેદનમાં કહ્યું કે તે એક દુર્ભાગ્યપૂર્ણ ભૂલ છે. જોગિંગથી પાછા ફર્યા પછી, જ્યારે મારો વિડીયો આકસ્મિક રીતે ચાલુ થયો ત્યારે હું કાર્યસ્થળ પર પહેરવાનાં કપડાં બદલી રહ્યો હતો. હું આ અજાણતાં ભૂલ માટે હાઉસ ઓફ કોમન્સના મારા સાથીદારોની નિષ્ઠાપૂર્વક માફી માંગું છું. ચોક્કસપણે આ આકસ્મિક ભૂલ હતી અને તે ફરીથી ક્યારે નહીં થશે.

આ પણ વાંચો :મક્કા મદીના જવું છે તો વેક્સિનના બે ડોઝ લેવું પડશે ફરજીયાત : ભારત સરકાર

વિરોધી બ્લોક ક્યૂબેકોઇસ પાર્ટીના સાંસદ ક્લાઉડે બેલેફિયોલીએ આ ઘટનાને પ્રશ્નાર્થ સમય પછી ઉઠવી હતી અને સૂચન કર્યું હતું કે સંસદના પુરુષ સભ્યોએ સંસદીય સજ્જા સાથે અનુરૂપ ટ્રાઉઝર, અન્ડરવેર, શર્ટ અને જેકેટ અને ટાઇ પહેરવી જોઈએ. જેને બાકીના સભ્યોએ પણ ટેકો આપ્યો હતો. કેનેડિયન સંસદે હજી સુધી આ સાંસદ વિરુદ્ધ કાર્યવાહીનો સંકેત આપ્યો નથી.

આ પણ વાંચો :કાકીએ ભત્રીજાને ફસાવી દેવા માટે જે કાંડ કર્યું તે ખરેખર વાંચવા જેવું

આ પણ વાંચો :વર્ષ 2016-17 માં પણ ફેલાયો હતો કોરોના, ચીને વિશ્વને ગંધ પણ ન આવવા દીધી