બુલેટ ટ્રેન/ એલએસી પર તનાવ વચ્ચે ચીને ભારતીય સરહદ નજીક પહેલી બુલેટ ટ્રેન શરૂ કરી

ચેંગડુ થી લ્હાસા સુધીની મુસાફરી 48 કલાકથી ઘટીને માત્ર 13 કલાકમાં થશે

World

ચીને ભારત સરહદ નજીક તિબેટમાં પ્રથમ બુલેટ ટ્રેન સેવા શરૂ કરી છે. શુક્રવારે ચીને તિબેટના સુદૂર હિમાલય ક્ષેત્રમાં પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે જે પ્રાંતીય રાજધાની લ્હાસા અને નિયાંગચીને જોડશે. નિયાંગચી એ અરુણાચલ પ્રદેશની નજીક સ્થિત તિબેટનું સરહદ નગર છે.

સીચુઆન-તિબેટ રેલ્વેના 435.5 કિ.મી.ના લ્હાસા નિયાંગચી વિભાગનું ઉદ્ઘાટન 1 જુલાઈએ ચાઇનાની શાસક સામ્યવાદી પાર્ટી ઓફ સીપીસીના શતાબ્દી ઉજવણી પૂર્વે કરવામાં આવ્યું હતું. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું  છે કે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં પ્રથમ ઇલેક્ટ્રિક સંચાલિત રેલ્વે શુક્રવારે સવારે લહાસાથી નિયાંગચી સુધી શરૂ થઈ હતી, જ્યાં ફ્યુક્સિંગ બુલેટ ટ્રેનોએ પઠારી ક્ષેત્રમાં સત્તાવાર કામગીરી શરૂ કરી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને સૂચના આપી છે કે સિચુઆન પ્રાંતને તિબેટમાં નિઆંગચી સાથે જોડતો એક નવો રેલ્વે પ્રોજેક્ટ કાર્ય ઝસિચુઆન-તિબેટ રેલવે સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગ્ડુથી શરૂ થશે અને યાનમાંથી પસાર થશે અને કામદો થઈને તિબેટમાં પ્રવેશ કરશે, ચેંગડુથી લ્હાસા સુધીની મુસાફરી 48 કલાકથી ઘટીને માત્ર 13 કલાકની થશે. નિઆંગ્ચી મેડોગનું પ્રાંત કક્ષાના શહેર છે, જે અરુણાચલ પ્રદેશની સરહદની બાજુમાં આવેલું છે.