અભિષેક બચ્ચન 5 ફેબ્રુઆરીએ તેનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિષેક ફિલ્મી કરિયર ઉપરાંત ઘણા ક્ષેત્રોમાં નિષ્ણાત છે. તેમના પુત્રના જન્મદિવસના અવસર પર, બિગ બીએ જુનિયર બચ્ચન માટે એક પોસ્ટ લખી છે જે તરત જ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. આ પોસ્ટમાં અમિતાભ બચ્ચને ન માત્ર અભિષેકના વખાણ કર્યા પરંતુ એમ પણ કહ્યું કે તમે હંમેશાથી બેસ્ટ છે.
અભિષેક બચ્ચનને આઇકોનિક ગોલ્ડ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિષેકને ફિલ્મ ‘ઘૂમર’માં તેના જબરદસ્ત અભિનયને કારણે આ એવોર્ડ મળ્યો હતો. બિગ બીએ આ એવોર્ડ ફંક્શનની એક નાની ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં અભિષેકના નામની જાહેરાત કરવામાં આવી હતી.
T 4911 – Abhishek .. my love and many more such awards .. yes recognition matters .. but for me you always matter .. because you are always the best !! https://t.co/hFOyoEshB1
— Amitabh Bachchan (@SrBachchan) February 4, 2024
આ પોસ્ટ લખી:
આ ક્લિપ શેર કરતી વખતે, બિગ બીએ ટ્વિટ કર્યું – ‘અભિષેક…મારા પ્રિય પુત્ર, મારી પ્રાર્થના અને મારો પ્રેમ તારા માટે છે. મને હંમેશા તે ગર્વનો અનુભા કરાવ્યો છે, હા ઓળખાણ મહત્વપૂર્ણ છે…પણ મારા માટે તું હંમેશા મેટર કરે છે..કારણ કે તું પહેલાથી જ બેસ્ટ છે.
View this post on Instagram
બહેન શ્વેતાએ આવી શુભેચ્છા પાઠવી હતી
જ્યારે અમિતાભ બચ્ચને એક વીડિયો શેર કરીને તેમના પુત્રને શુભેચ્છા પાઠવી હતી, ત્યારે મોટી બહેન (શ્વેતા બચ્ચન)એ જૂના ફોટા સાથે પ્રેમાળ કેપ્શન લખીને તેના ભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ જુનો ફોટો તેમના બાળપણનો છે. જેમાં બંને સોફા પર સાથે બેઠા છે. આ ફોટો શેર કરતાં શ્વેતાએ લખ્યું- ‘ફક્ત તમે અને હું આ જાણીએ છીએ… ભાઈ તમારા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે… આશા છે કે તમને આ ગીત ગમશે. લવ યુ.’ શ્વેતાની આ પોસ્ટ પર જુનિયર બચ્ચને કમેન્ટમાં ‘લવ યુ’ લખ્યું હતું. જો કે, સમાચાર લખાય છે ત્યાં સુધી ઐશ્વર્યાએ તેના પતિના જન્મદિવસ પર કોઈ પોસ્ટ કરી નથી.
આ પણ વાંચો:Abhishek Bachchan Birthday/અભિષેક બચ્ચનના 48મા જન્મદિવસે જાણો તેમની અને ઐશ્વર્યાની પ્રેમ કહાની…
આ પણ વાંચો:Grammy Awards 2024/ગ્રેમી એવોર્ડ 2024માં ભારતનું પ્રદર્શન, શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનનું ગ્રેમી એવોર્ડ સ્પીચ વાયરલ થયું
આ પણ વાંચો:Actress Poonam Pandey/કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ અભિનેત્રી પૂનમ પાંડે, જેલમાં વિતાવવી પડી શકે છે જિંદગી, જાણો કેમ અને કેવી રીતે?
