Amritpal New Footage/ પતિયાલામાં ફોન પર વાતો કરતો જોવા મળ્યો અમૃતપાલ, સામે આવ્યા નવા ફૂટેજ

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ પોલીસ કસ્ટડીથી દૂર છે. તે શહેરથી બીજા શહેરમાં પોતાનું રહેઠાણ બદલી રહ્યો છે. વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલનું એક નવું CCTV ફૂટેજ સામે આવ્યું છે.

Top Stories India
Amrutpal-New Footage

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ પોલીસ કસ્ટડીથી દૂર છે. Amritpal New footage તે શહેરથી બીજા શહેરમાં પોતાનું રહેઠાણ બદલી રહ્યો છે. વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલનું એક નવું CCTV ફૂટેજ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફૂટેજ પટિયાલાના છે. આ ફૂટેજ એક મહિલાના ઘર પાસેના છે, જ્યાં તેને એક્ટિવા આપવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં અમૃતપાલ સિંહ Amritpal New footage પણ ફોન પર વાત કરતો જોવા મળે છે.

નવા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમૃતપાલ એક ઘરની Amritpal New footage બહાર આવે છે. તે પછી તે ક્યાંક જાય છે અને પછી પાછો આવે છે. આ દરમિયાન તે ચાલતી વખતે ફોન પર આરામથી વાત કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સીસીટીવી ફૂટેજ પટિયાલાના છે.

પોલીસ અમૃતપાલની શોધમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે, પરંતુ તે હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. તેના વિશે ઘણી માહિતી સતત બહાર આવી રહી છે. આ પહેલા તે પોલીસથી બચવા હરિયાણા પહોંચી ગયો હતો.ત્યાર બાદ તે ઉત્તરાખંડ ભાગી ગયો હતો.Amritpal New footage અમૃતપાલને લઈને દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, પોલીસે ધર્મનગરી હરિદ્વારની આંતરરાજ્ય સરહદો પર તેમની સતર્કતા વધારી દીધી છે.

સાધુના વેશમાં દિલ્હી પહોંચી ગયો હતો!

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમૃતપાલ સાધુના વેશમાં Amritpal New footage દિલ્હીના ISBT (ઇન્ટર-સ્ટેટ બસ ટર્મિનસ) બસ સ્ટેન્ડ પર પહોંચ્યો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે અમૃતપાલ કે તેના સહયોગી પપ્પલપ્રીતનો કોઈ સુરાગ મળ્યો નથી. જોકે, એ પણ સ્પષ્ટ નથી થયું કે બંને દિલ્હી આવ્યા હતા કે નહીં. તપાસ બાદ પંજાબ પોલીસ સીસીટીવી ફૂટેજના ડેટા સાથે પરત ફરી.

આ પહેલા તે હરિયાણામાં પણ ગયો હોવાના અહેવાલ આવ્યા હતા. Amritpal New footage આમ અમૃતપાલ સતત પોલીસને ચકમો આપવા માટે દોડતો રહે છે. પોલીસ પણ તેનું એક પછી એક સ્થળોએ પગેરું દબાવી રહી છે. પણ આશ્ચર્યની વાત એ છે કે પોલીસની આટલી ધોંસ હોવા છતાં પણ તે તેની પક્કડમાં આવ્યો નથી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કદાચ એક સ્થળે એક રાત પણ રોકાતો નહી હોય. આ ઉપરાંત તે સતત વેશ પણ બદલતો હોવાનો જોવા મળ્યો છે.

 

આ પણ વાંચોઃ F&O Trading/ શેરબજારમાં પહેલી એપ્રિલથી ફ્યુચર એન્ડ ઓપ્શન મોંઘું બનશે, જાણો કેવી રીતે

આ પણ વાંચોઃ Stock Market/ બજારમાં 400 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 17,000ની નીચે ગયો

આ પણ વાંચોઃ Asia Cup/ પાકિસ્તાનમાં યોજાશે એશિયા કપ 2023, ટીમ ઈન્ડિયા કેવી રીતે રમશે મેચ!