Bollywood/ અનિતા હસનંદાનીએ શેર કરી પુત્રની પહેલી ઝલક, લખ્યું અમે ત્રણ થઇ ગયા…

યે હૈ મોહબ્બતેની અભિનેત્રી અનિતા હસનંદાનીના ઘરે નાનો મહેમાન આવી ગયો છે. અનિતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. અનિતાના પતિ રોહિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી દીકરાના જન્મની જાણકારી આપી હતી. હવે અનિતાએ તેના દીકરાની પહેલી ઝલક શેર કરી છે. આ તસવીરમાં અનિતા અને રોહિત બાળકને પોતાના હાથમાં પકડતા નજરે પડે છે અને ખૂબ […]

Entertainment

યે હૈ મોહબ્બતેની અભિનેત્રી અનિતા હસનંદાનીના ઘરે નાનો મહેમાન આવી ગયો છે. અનિતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. અનિતાના પતિ રોહિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી દીકરાના જન્મની જાણકારી આપી હતી. હવે અનિતાએ તેના દીકરાની પહેલી ઝલક શેર કરી છે. આ તસવીરમાં અનિતા અને રોહિત બાળકને પોતાના હાથમાં પકડતા નજરે પડે છે અને ખૂબ ખુશ લાગે છે.

Image result for anita-hasnnandani-shared-his-son-fist-photo-looks-adorable-with-husband-rohit

તસવીર શેર કરતાં અનિતાએ લખ્યું, ‘અને આ રીતે અમે ત્રણ થયા. દરેકની શુભકામના માટે ખૂબ ખૂબ આભાર. ”

આ પહેલા રોહિતે અનિતા સાથે મેટરનિટી ફોટોશૂટની તસવીર શેર કરી દીકરાના જન્મ વિશે માહિતી આપી હતી. ફોટામાં બ્લૂ કલરનો બાળકનો ડ્રેસ નજર આવી રહ્યો હતો જેના પર તેને લખ્યુ હતું. આ બોય….ફોટો શેર કરતી વખતે રોહિતે લખ્યું – ઓ બોય.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

રોહિતની આ પોસ્ટ પર ભારતી સિંહ, કિશ્વર મર્ચન્ટ, નકુલ મહેતા, હિના ખાન સહિત ટીવી સ્લેબ્સે મમ્મી-પાપા, નિતા અને રોહિતને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

અનિતાએ તેની ગર્ભાવસ્થા વિશે ખાસ માહિતી આપી હતી. અનિતાએ તેના પતિ રોહિત રેડ્ડી સાથે સોશિયલ મીડિયા પર અલગ રીતે વીડિયો બનાવ્યો, જ્યારે તેઓ ડેટિંગ કરવાનું શરૂ કરે છે ત્યારથી જ સગાઈ, લગ્ન અને માતાપિતા બનવાની યાત્રાને આ વીડિયોમાં શામેલ કરવામાં આવ્યું છે. વીડિયોમાં અનીતા હસનંદાની અને તેનો પતિ રોહિત રેડ્ડી ડાન્સ કરી રહ્યા છે.

39 વર્ષીય અનિતા હસનંદાનીએ 2013 માં રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. અનિતા ઘણાં વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને ઘણા સુપરહિટ પાત્રો ભજવી ચુકી છે. તે અને તેનો પતિ રોહિત એકતા કપૂરના ખૂબ સારા મિત્રો છે અને ઘણી વાર એકતા સાથે વિદેશમાં રજા પર સાથે જાય છે.