અંજાર શહેરમાં રાત્રી દરમિયાન આંગડિયા પેઢીના સંચાલક પાસે લાખોની લૂંટ ચલાવ્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે આ બનાવના પગલે નાકાબંધી ગોઠવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ અંજાર શહેરના બાર મીટર રિંગ રૉડથી એન.આર. આંગડિયા પેઢીના સંચાલક ઓફીસ બંધ કરી ઘર તરફ જવા માટે પોતાની કારમાં જવા નીકળ્યા ત્યારે છ મીટર રિંગ રોડ પર એક એક્ટિવામાં આવેલ ઇસમે કારમાં એક્ટિવા અથડાવી હતી. ત્યારે આંગડિયાના સંચાલકે કારનો કાચ ખોલીને કહેવા જતા આ ઇસમે એકાએક મરચાની ભૂકી છાંટી હતી એટલી જ વારમાં બીજા બે ઈસમો આવ્યા હતા. અને સંચાલક પાસે રહેલ ચેન, મોબાઈલ તેમજ 6288000 રોકડ ભરેલ બેગ લઈને પલાયન થઈ ગયા હતા.
સંચાલકે બુમાબૂમ કરતા આસપાસમાં લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પૂર્વ કચ્છના પોલીસ વડા મયુર પાટીલના કહેવા મુજબ લૂંટની ઘટનામાં નાકાબંધી ગોઠવાઈ છે. તેમજ તમામ વાહનોની ચેકીંગ હાથ ધરવામાં આવી છે.
કેવડિયા / ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ,
રાજકીય / માફી નહી, માનવ વધનો ખટલો ચલાવો” સાહેબ : પરેશ ધાનાણીનો કટાક્ષ
National Monetisation pipeline / નાણામંત્રી નિર્મલા સીતારમણે MNP લોન્ચ કર્યું, આગામી 4 વર્ષમાં 6 લાખ કરોડની મિલકતોનું મુદ્રીકરણ કરવામાં આવશે
ભુજ / બિલાડી અને કૂતરા અહીં બગીચામાં હળીમળીને રહે છે
વિશ્લેષણ / ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા
મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવો / મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ
Technology / ટેસ્લાનો આ રોબોટ ઘરે નોકરની જેમ કામ કરશે, આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે
