પોતાની સુંદરતા માટે જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિકી જૈન આખરે એકબીજાના બની ગયા છે. અંકિતા અને વિકીએ મુંબઈની એક હોટલમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી. આ એન્ગેજમેન્ટ ફંક્શનમાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે લગ્નના ફંક્શનો સંપૂર્ણ વિધિ સાથે શરૂ થઈ ગયા છે. જ્યારે અંકિતાએ સ્ટેજ પર વિકીને વીંટી પહેરાવી, ત્યારે બેકગ્રાઉન્ડમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘રાબતા’નું ટાઈટલ ટ્રેક વાગવા લાગ્યું હતું.
આ પણ વાંચો :આ સવાલનો જવાબ આપીને મિસ યુનિવર્સ 2021 બની હરનાઝ કૌર સંધુ, જાણો શું આપ્યો જવાબ
અંકિતા અને વિકીની સગાઈ ખૂબ જ ભવ્ય રીતે થઈ હતી. વૂપલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પર અંકિતા લોખંડે અને વિકી જૈનની સગાઈનો વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં અંકિતા લોખંડે અને વિકી જૈનનો ઉત્સાહ જોવા જેવો છે. અંકિતા તેની સગાઈ સમારોહમાં વાદળી રંગનો ઝળહળતો ગાઉન પહેરેલો જોવા મળે છે, જ્યારે વિકી જૈને પણ તેના મેચિંગ પોશાક પહેર્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિકીએ અંકિતાને રિંગ પહેરાવી ત્યારે અંકિતા ઉત્સાહિત થઈ ગઈ અને પહેલા તેના પ્રેમને ગળે લગાવીને કિસ કરી હતી.
https://www.instagram.com/reel/CXZIKQmjF8Y/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :પંજાબની હરનાઝ કૌર સંધુ બની મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતે જીત્યો ખિતાબ
આ પહેલા અંકિતા લોખંડેએ પોતાની મહેંદી સેરેમની અને સંગીતના ફોટા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા હતા. આ તસવીરો વચ્ચેના એક વીડિયોમાં વિકી તેની ભાવિ કન્યાને ખોળામાં ઉઠાવીને ઝૂલતો જોવા મળ્યો હતો. ઘણા સમયથી, અંકિતા અને વિકીના પ્રી-વેડિંગ સેલિબ્રેશન અને તે પહેલા અંકિતાની બેચલરેટ પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. આ તસવીરો અને વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે બંને ખૂબ જ રોમેન્ટિક છે અને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે.
આ પણ વાંચો :ટીવીની ટોચની આ અભિનેત્રીને સલમાનખાને કોનાથી દૂર રહેવાની આપી હતી સલાહ..
આ પણ વાંચો :અનુષ્કા શર્માએ વેડિંગ એનિવર્સરી પર વિરાટ સાથે શેર કર્યો ફોટો, લખી આ વાત
આ પણ વાંચો :અંકિતા લોખંડેના હાથમાં લાગી વિકી જૈનના નામની મહેંદી, જુઓ ફોટો
