રાજકારણમાંથી સંન્યાસ?/ સની દેઓલનું એલાન, 2024ની ચૂંટણી દરમિયાન રાજકીય ક્ષેત્રમાં નહીં ઉતરે

સની દેઓલ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા. ગુરદાસપુર બેઠક પરથી ભાજપે સની દેઓલને પંજાબ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ સુનીલ જાખડ સામે મેદાનમાં ઉતાર્યા હતા.

Trending Entertainment
Untitled 227 સની દેઓલનું એલાન, 2024ની ચૂંટણી દરમિયાન રાજકીય ક્ષેત્રમાં નહીં ઉતરે

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ કરી રહી છે. પરંતુ આ દરમિયાન સનીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે, ‘તેઓ આવતા વર્ષે એટલે કે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય મેદાનમાં ઉતરશે નહીં.’

જણાવી દઈએ કે સની દેઓલ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા. ગુરદાસપુર બેઠક પરથી ભાજપે સની દેઓલને પંજાબ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ સુનીલ જાખડ સામે મેદાનમાં ઉતાર્યા હતા. સની દેઓલ લગભગ 82 હજાર મતોથી જીત્યા હતા. સની દેઓલે તે સમયે ગુરદાસપુરના લોકોને ઘણા મોટા વાયદા કર્યા હતા. પરંતુ તે પૂર્ણ કરી શક્યા નહીં. ગુરદાસપુરના લોકો સનીથી એટલા ગુસ્સામાં હતા કે તેઓએ દિવાલો પર સનીના વોન્ટેડ પોસ્ટર લગાવીને ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

સની દેઓલના કહેવા પ્રમાણે, એક એક્ટર તરીકે હું મારા દિલ પ્રમાણે કામ કરી શકું છું, પરંતુ રાજકારણમાં એવું નથી. જ્યારે હું સંસદમાં જાઉં છું ત્યારે ત્યાંના નેતાઓનું વર્તન જોઈને મને દુઃખ થાય છે, જ્યારે અમે અન્ય લોકોને આ પ્રકારનું વર્તન ન કરવાની સલાહ આપીએ છીએ.

જણાવી દઈએ કે આ પહેલા તેમના પિતા ધર્મેન્દ્ર પણ રાજકારણમાં નસીબ અજમાવી ચૂક્યા છે. બિકાનેરથી ચૂંટણી જીત્યા બાદ ધર્મેન્દ્રએ રાજકારણ પણ છોડી દીધું હતું.

આ પણ વાંચો:Armaan Malik Engagement/કોના પ્રેમમાં ડૂબ્યા સિંગર અરમાન ? બે વર્ષ મોટી આ છોકરી સાથે કરી સગાઈ 

આ પણ વાંચો:અવસાન/ડીસી કોમિક્સ હાર્લી ક્વિનને અવાજ આપનાર અભિનેત્રી આર્લીન સોર્કિનનું નિધન

આ પણ વાંચો:preity zinta/ પ્રીતિ ઝિન્ટાના સસરાનું નિધન, અભિનેત્રીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ