Himmatnagar News : આ કેસની વિગત મુજબ ફરિયાદી હિંમતનગર ગાંધીનગર વચ્ચે પેસેન્જર ગાડી ચલાવે છે. દરમિયાન આરોપીએ પોલીસ વતી ફરિયાદીને ગાડી નહી રોકડા અને હેરાન ન કરવા માટે દર મહિને 2000 ના માસિક હપ્તાની લાંચ માંગી હતી. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે એસીબીની ટીમે હિંમતનગરમાં મોતીપુરા સર્કલ પાસે કડીવાલા પેટ્રોલ પંપ સામે જાળ બિછાવીને રૂ. 2000 ની લાંચ લેતા નજીરહુસેન ઉર્ફે લાલો નશીરૂદ્દીન શેખ નામના ખનગી વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: દારૂની હોમ ડિલિવરી કરતો હતો સગીર, તસ્કરો આપતા હતા પગાર અને કમિશન
આ પણ વાંચો: ઘર બંધ જોતાં તસ્કરોએ હાથ ફેરો કર્યો
આ પણ વાંચો: સોનાની દાણચોરીનો નવો કીમીયો, પાવડર બનાવી તસ્કરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ