Not Set/ જયપુર હવાઈમથક પર હવાલા કારોબારીની એટીએસ દ્વારા ધરપકડ

જયપુર. 17 જુલાઈ 2018. રાજસ્થાની પોલીસની વિશેષ શાખા (એટીએસ) એ આજ જયપુરના સાંગાનેર હવાઈમથકથી કથિત હવાલા વ્યવસાયથી સંલગ્ન વ્યક્તિને પકડી પડ્યો છે. આપણે જણાવી દઈએ કે આ વ્યક્તિ પાસેથી અઢળક માત્રામાં વિદેશી મુદ્રા જપ્ત કરવામાં આવી છે. અતિરિક્ત પોલીસ મહાનિદેશક (એટીએસ) ઉમેશ મિશ્રાએ પીટીઆઈ ને જણાવ્યું હતું કે, “બાતમીના આધારે એટીએસ દળે અનિલ જૈનની ધરપકડ […]

Top Stories India

જયપુર.
17 જુલાઈ 2018.

રાજસ્થાની પોલીસની વિશેષ શાખા (એટીએસ) એ આજ જયપુરના સાંગાનેર હવાઈમથકથી કથિત હવાલા વ્યવસાયથી સંલગ્ન વ્યક્તિને પકડી પડ્યો છે. આપણે જણાવી દઈએ કે આ વ્યક્તિ પાસેથી અઢળક માત્રામાં વિદેશી મુદ્રા જપ્ત કરવામાં આવી છે.

અતિરિક્ત પોલીસ મહાનિદેશક (એટીએસ) ઉમેશ મિશ્રાએ પીટીઆઈ ને જણાવ્યું હતું કે, “બાતમીના આધારે એટીએસ દળે અનિલ જૈનની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી માટે સીમાશુલ્ક વિભાગના અધિકારીઓને સોંપી દીધો છે.

તેમને જણાવ્યું છે કે આરોપી જૈન પાસેથી સાઉદી આરબ, બાંગ્લાદેશ, અમન, બેહરીન અને કતારની અઢળક માત્રાની મુદ્રાને જપ્ત કરી છે.

મિશ્રાએ જણાવ્યું છે કે પકડાયેલા આરોપી શખ્સ પાસેથી જપ્ત કરવામાં આવેલી વિદેશી મુદ્રા ભારતીય મુદ્રાની તુલનામાં 46 લાખ રૂપિયા થાય છે. જપ્ત કરવામાં આવેલી મુદ્રાને આગળની કાર્યવાહી માટે હવાઈ સીમાશુલ્ક વિભાગના અધિકારીઓને સોંપી ડેટામાં આવી છે.

તેમને જણાવ્યું છે કે આરોપી હવાલા કારોબારીમાં જોડાયેલો હતો.