FATF/ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં યથાવત,તુર્કી સહિત અન્ય ત્રણ દેશોના નામ FATFની યાદીમાં સામેલ

પાકિસ્તાનની આશાઓ પર  પાણી ફરી વળ્યો છે. પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી નીકળવા અથાગ પ્રયત્ન કર્યા હતા પરતું તે ગ્રે લિસ્ટમાં યથાવત જ છે.

Top Stories

આતંકવાદને આશ્રય આપનાર ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની આશાઓ પર  પાણી ફરી વળ્યો છે. પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી નીકળવા અથાગ પ્રયત્ન કર્યા હતા પરતું તે ગ્રે લિસ્ટમાં યથાવત જ છે.પાકિસ્તાનની નજીક ગણાતા તુર્કી સહિત અન્ય ત્રણ દેશોના નામ FATFમાં સમાવવામાં આવ્યા હતા.સંસ્થાના 27-પોઇન્ટ એક્શન પ્લાનના મહત્વના પરિમાણમાં પાલન ન કરવા બદલ પાકિસ્તાન પર આ કાર્યવાહી કરવામાં આવી હતી., ત્રણ દેશો જોર્ડન, માલી અને તુર્કીને FATF ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એફએટીએફ સાથેના એક્શન પ્લાન પર બધાએ સહમતી દર્શાવી છે

FATF ના પ્રમુખ માર્કસ પ્લેયરે કહ્યું કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં છે. તેની સરકાર પાસે 34-પોઇન્ટ એક્શન પ્લાન છે, જેમાંથી 30 પર કામ થઈ ગયું છે. પાકિસ્તાને 34 માંથી 30 એક્શન પ્લાન પર કામ કર્યું. આ વર્ષના જૂનમાં મની લોન્ડરિંગ પર કેન્દ્રિત સૌથી તાજેતરની એકશન પ્લાન. તેમણે મોરેશિયસ અને બોત્સ્વાનાને ગ્રે લિસ્ટમાંથી દૂર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ વર્ષે જૂનમાં, FATF એ કાળા નાણાને રોકવા, આતંકવાદ માટે ધિરાણ વધારવા માટે પાકિસ્તાનને ‘ગ્રે લિસ્ટ’માં જાળવી રાખ્યું હતું. આ સાથે પાકિસ્તાનને આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા લોકોની તપાસ અને કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

પાકિસ્તાન આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આથી જ પાકિસ્તાન હજુ પણ ગ્રે લિસ્ટમાં છે. મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ પર સુસંગત નિયંત્રણ ન હોવાને કારણે પાકિસ્તાન જેવા દેશોને સલામત ટેક્સ હેવન તરીકે પણ ઓળખવામાં આવે છે