Not Set/ દેશમાં પોઝિટિવિટી રેટ તળીયે, છેલ્લા 24 કલાકમાં નવા 50 હજાર કેસો

કેરળમાં 12,118 નવા કેસો નોંધાયા છે

Top Stories

દેશમાં કોરોનાના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે.ભારતમાં કોરોનાની બીજી લહેર હવે તળીયે જઇ રહી છે ,કોરોના વાયરસ હવે મંદ પડી રહ્યો છે તે છંતા પણ દેશના અનેક રાજ્યોમાં દસ હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે તે ચિંતાજનક બાબત છે. હાલમાં દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ પ્લસનું જોખમ વધી રહ્યું છે,કેન્દ્ર સરકારે આ વાયરસ માટે આઠ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે.કોરોના ટેસ્ટિંગ 22.35 લાખ હોવા છંતા  સંક્રમણના નવા કેસો 50 હજાર નોંધાયા છે.દેશમાં પોઝિટિવિટી કેસ નવા તળીયે છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ હાલ મંદ પડી રહી છે ,છેલ્લા 24 કલાકમાં નવા 50 હજાર કેસો નોંધાયા છે,અને છેલ્લા 24 કલાકમાં 22.35 લાખ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે,કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 58 હજાર રિકવરી કેસો નોંધાયા છે. અને દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા માત્ર પોણા છ લાખ જોવા મળ્યા છે,દેશમાં હાલ કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાથી સરકાર વેક્સિન ઝડપી લગાવવાનો અભિયાન હાથ ધર્યુ છે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 12,118 નવા કેસો નોંધાયા છે. દેશમાં ઙાલ ડેલ્ટા વેરિયન્ટ પલ્સનું જોખમ વધી રહ્યું છે.