Gujarat News : ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક શખ્સો ગેરકાયદે માદક પદાર્થ અલ્પ્રાઝોલમ બનાવીને અજય જૈન નામના શખ્સને વેચે છે.
આ માહિતીને આધારે ગુજરાત એટીએસની ટીમે નેજા ગામમાં આવેલી ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝ પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે 10 રૂ. 107 કરોડની કિંમતનો 107 કિલો અલ્પ્રાઝોલમ તથા 2518 કિલો બીજો કેમિકલનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે અહીંથી રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણાની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ ખંભાતના રહેવાસી છે.
પોલીસે અલ્પ્રાઝોલમ બનાવવા માટે અજય જૈન તરફથી મેળવેલ રૂ. 30 લાખ પણ આરોપી રણજીત ડાભી પાસેથી કબજે કરાયા હતા. આરોપી રણજીત ડાભી સટ્યમ ટ્રેડર્સ નામની ટ્રેડીંગ કંપની ચલાવે છે. વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલની ડિગ્રી ધરાવે છે. બન્ને અગાઉ ક્રિષાંક ફાર્મા, ખંભાક ખાતે નોકરી કરતા હતા. જેમાં લાલજી મકવાણા અને જયદીપ મકવાણા કામ કરતા હકતા.
આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ બનાવીને અજય જૈન નામના શખ્સને વેચાણ કરતા હતા. અજય અગાઉ પણ ગેરકાયદે અલ્પ્રાઝોલમના કેસમાં પકડાયો હતો. આ ગુના એનસીબી અને સીબીએન(સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરો) ખાતે નોંધાયા હતા. સબીએનના ગુનામાં અજય જૈનને 16 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.ગુજરાત એટીએસે મધ્યપ્રદ્શના ઈન્દોરમાં રહેતા અજય જૈનની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સાબરકાંઠામાં 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો: સુરતમાં ઘરમાંથી પકડાયો વિદેશી દારૂ, બે શખ્સો ઝડપાયા
આ પણ વાંચો: ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો
