Australia News:ઓસ્ટ્રેલિયામાં સોમવારે સવારે એક મોટી ઘટના બની. એક હોટલની છત પર હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટનામાં હેલિકોપ્ટરના પાયલોટનું મોત થયું છે. ઘટના બાદ તરત જ અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને હોટલ ખાલી કરાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના ડબલ ટ્રી હોટલની છત પર થઈ હતી. આ હોટેલ ઉત્તરી શહેર કેર્ન્સના હિલ્ટન વિસ્તારમાં સ્થિત છે. આ ઘટના અંગે માહિતી આપતાં ક્વીન્સલેન્ડ સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તુરંત સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી હતી અને ત્યાં હાજર લોકોને કોઈ ઈજા થઈ નથી. આ મામલે તપાસ ચાલુ છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોટલની છત પર આગ દેખાઈ રહી છે. હજુ સુધી, પાયલોટના મૃત્યુ સિવાય, અન્ય કોઈ જાનહાનિ અંગે પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટર ટ્વીન એન્જિન હતું અને તેના બંને પ્રોપેલર બંધ થઈ ગયા હતા, ત્યારબાદ તે હોટલની છત સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું હતું.
બ્રાઝિલ વિમાન દુર્ઘટનામાં 62ના મોત
આપને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા જ બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં પ્લેનમાં 62 લોકો સવાર હતા, જે તમામના મોત થયા હતા. આ દુર્ઘટના બ્રાઝિલના સાઓ શહેરમાં થઈ, જ્યાં એક પેસેન્જર પ્લેન અચાનક ક્રેશ થઈ ગયું.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન વિનહેડ સિટી નજીક ઝડપથી નીચેની તરફ પડતું જોવા મળે છે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન બ્રાઝિલની સ્થાનિક એરલાઇન VOEPASSનું હતું. 2283-PS-VPB નામનું પ્લેન ક્રેશ થયું હતું. વિમાને કાસ્કેવેલથી ગુઆરુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી, જેમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. અકસ્માત પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાથી બ્રાઝિલમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ પણ વાંચો:બાંગ્લાદેશમાં ભીષણ અથડામણ, PM શેખ હસીના ‘આ વિદ્યાર્થીઓ નથી..આતંકવાદીઓ છે’
આ પણ વાંચો:મોસાદનું મગજ અને ઈરાની એજન્ટોની હિંમત… જાણો કઈ રીતે ઈસ્માઈલ હાનિયાની હત્યા થઈ
આ પણ વાંચો:પ્રતિબંધનાં કારણે ઘર પર ગર્ભપાત કરવા મજબૂર થઈ અમેરિકન મહિલાઓ, સર્વેમાં સામે આવ્યું…