ભારતનાં પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયન રાજદૂત હરિન્દર સિધ્ધુએ ભારતનાં ચૂંટણી પંચની, તેમજ EVMની ભરપૂર પ્રશંસા કરી હતી. તો સાથે સાથે EVMથી પ્રભાવિત સિધ્ધુ EVMની પેરવી કરતા પણ દેખાયા હતા. સિધ્ધુએ કહ્યું કે EVMની જેમ જ બેલેટ પેપરથી માતદાન કરવામાં આવે તો બેલેટ પર પણ પ્રશ્નોતો ઉઠાવી જ શકાય છે. આ મામલો કોમન છે.

સિધ્ધુએ ભારતનાં ચૂંટણી પંચની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય ચૂંટણી પંચ ખૂબ પ્રેરણાદાયક છે. આટલા બધા લોકોનાં મતાધિકારની જાણવણી કરવી અને દરેકે નાગરીકને ન્યાય આપવો તે માત્રને માત્ર ચૂંટણી પંચને આભારી છે. ચૂંટણી પંચની કામગીર ખૂબ સારી અને વ્યવસ્થિત પદ્ધતિ સાથેની સરાહનીય છે
હરિન્દર સિધ્ધુ દ્રારા EVM અને VVPAT સિસ્ટમ્સની પણ પ્રશંસા કરવાની સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં EVM ન હોવાનો ખેદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
