વલસાડ-મેઘમહેર/વલસાડ જીલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘ મહેર, જીલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ, કપરાડા તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી નાળા બે કાંઠે, વાપીમાં 1.72 ઇંચ, ઉમરગામમાં 2 ઇંચ વરસાદ, વલસાડમાં 2.16 ઇંચ, પારડીમાં 2.28 ઇંચ વરસાદ, જીલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 5.36 ઇંચ વરસાદ
મોરોક્કો ભૂકંપ/આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા, ભૂકંપના કારણે 296થી વધુ લોકોના મોત, 153થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ભૂકંપની તીવ્રતા 6.8ની હોવાનું સામે આવ્યું, કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ શરુ, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે, PM મોદીએ ભૂકંપથી થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, ટ્વિટ કરીને કહ્યું, ઘાયલો જલ્દીથી સાજા થાય, આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો મોરોક્કોના લોકો સાથે છે
નવસારીમાં મેઘમહેર/નવસારીમાં છેલ્લા 24 કલાકથી મેઘ મહેર યથાવત, જીલ્લાના 3 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ, ત્રણ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જીલ્લાના ખેરગામ તાલુકામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, સારા વરસાદથી વરસાદ ખેતીને નવ જીવન મળ્યુ, ઉપરવાસમાં વરસાદને પગલે જીલ્લાની નદીઓ બે કાંઠે, નવસારીની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ, નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 1.12 ઇંચ વરસાદ, જલાલપોરના 1 ઇંચ, ગણદેવીમાં 1.54 ઇંચ વરસાદ, ચીખલીમાં 2.20 ઇંચ, ખેરગામમાં 3.91 ઇંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ/ગુજરાત સરકારે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ ની કરી રચના, વિવિધ કારણોસર શાળા છોડી જતા બાળકોને મળશે શિક્ષણ, વિદ્યાર્થીઓને ઘરબેઠા શિક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકાર સજ્જ, સ્કૂલે નિયમિત ન જઈ શકતા વિધાર્થીઓને હવે ઘેર બેઠા શિક્ષણ મળશે, ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’માં રજિસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવ્યું, આર્થિક કારણોસર શિક્ષણ છોડનાર વિદ્યાર્થીઓને મળશે લાભ
સરકારી કર્મીઓ આનંદો/સરકાર તરફથી તહેવારોની ભેટના સંકેત, G20 બાદ સરકારી કર્મચારીઓના DA માં થશે વધારો, સરકાર DAમાં 4 ટકા સુધીનો કરી શકે છે વધારો: સૂત્ર, ગણેશ ચતુર્થી પહેલા સરકાર કરી શકે છે સત્તાવાર જાહેરાત
Gujarat Rains/રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય બની, ગઈકાલ સાંજથી માંડી આખી રાત શહેરમાં વરસ્યો વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભારે તેમજ માધ્યમ વરસાદ, આજે વહેલી સવારે પણ વરસાદી વાતાવરણ યથાવત, શહેરના મેમનગર, ભુયંગદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ, અમદાવાદના ગોતા, વાડજ, અખબારનગરમાં વરસાદ, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ, SG હાઇવે, ઇસ્કોન, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ, બોપલ, આંબલી, ઘુમા વિસ્તારમાં પણ વરસાદ, હવામાન વિભાગે આપ્યું છે 9 જિલ્લામાં એલર્ટ