ચરસ ઝડપાયું/જખૌ બંદર પરથી ફરી એક વાર ઝડપાયું ચરસ, દરિયાઈ સીમાના સર્ચ ઓપરેશનમાં ચરસ ઝડપાયું, સર્ચ ઓપરેશન દરમિયાન BSFએ 1 કિલો ચરસ પકડ્યું, એપ્રિલથી અત્યાર સુધીમાં BSFએ ચરસના 105 પેકેટ પકડ્યા, જખૌ દરિયાઈ સીમાથી 11 કીમીના અંતરેથી પકડાયું ચરસ, કોફીના પેકેટમાં છુપાવવામાં આવી હતી ચરસની બેગ
રાજકોટ શ્રાવણી મેળો/રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા માટે આનંદના સમાચાર, રાજકોટનો લોકમેળો હજુ એક દિવસ વધુ ચાલશે, લોકલાગણીને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા લેવાયો નિર્ણય, આજે પૂર્ણ થતો મેળો હવે રવિવારના દિવસે પૂર્ણ થશે, રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પાડવાની શક્યતાઓ, સૌરાષ્ટ્રભરમાંથી લોકો લાભ લઈ શકે તે માટે લેવાયો નિર્ણય
અકસ્માત/આણંદ: શહેરના 100 ફૂટ રોડ પર ઝાડ પડતા બે ના મોત, રોડ પર એક્ટિવા લઈને જતા દંપતી પર પડ્યું ઝાડ, ઝાડ નીચે દવાઈ જતા દંપતીનું ઘટના સ્થળે જ મોત, લોકોએ દોડી આવી દબાયેલ દંપતીને કાઢવાનો કર્યો પ્રયાસ, આણંદ ફાયર ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, ફાયર ટીમે ઝાડ કાપી બંનેના મૃતદેહને બહાર કાઢયા
હત્યા/અમદાવાદ: પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ, રિસાયેલી પત્નીને મનાવવા આવ્યો હતો પતિ, પત્નીના ઘરે જઈ પતિએ ઝીંક્યા છરીના ઘા, પત્નીને છાતીના ભાગે છરીના ઘા માર્યા, સીમા દંતાણી નામની મહિલાની હત્યા, નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, આરોપી વિજય દંતાણી પોલીસ ગિરફ્તમાં, ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ
આત્મહત્યા/ગાંધીનગરઃ નર્મદા કેનાલમાંથી મળી 21 વર્ષીય યુવતીની લાશ, અડાલજની ઝુંડાલ કેનાલમાંથી મળી આવી યુવતી લાશ, ફાયરની ટીમે યુવતીની લાશને કેનાલમાંથી બહાર કાઢી, મૃતક યુવતી અમદાવાદના સાબરમતીની હોવાનું આવ્યું સામે, અગમ્ય કારણોસર યુવતીએ કેનાલમાં પડી કરી આત્મહત્યા, આત્મહત્યાની ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી,
gujarat rain/રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય બની, હવામાન વિભાગે આપ્યું 9 જિલ્લામાં એલર્ટ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇ એલર્ટ, મધ્ય ગુજરાત માટે સારા વરસાદની કરી આગાહી, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, સુરત અને નર્મદામાં પણ આપાયું ઓરેન્જ એલર્ટ, દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભરૂચ અને વડોદરામાં વરસાદનું યલો એલર્ટ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ
G20 India/આજથી બે દિવસીય G-20 સમિટનો વિધિવત પ્રારંભ, સવારે 9.30 વાગ્યે ભારત મંડપમ પર મહેમાનોનું આગમન, ટ્રી ઓફ ફાયર પર વેલકમ ફોટોગ્રાફી થશે, લીડર્સ લાઉંજમાં મહેમાનો આવશે, સવારે 10.30 વાગ્યે સમિટ હોલમાં વન અર્થ પર પ્રથમ સેશન, પ્રથમ સેશન પૂર્ણ થયા બાદ લંચ થશે, બપોરે 1.30 વાગ્યે મહેમાનોની દ્વિપક્ષીય મુલાકાત, બપોરે 3.00 વાગ્યે સમિટ હોલમાં વન અર્થ પર બીજું સેશન, બીજું સેશન પૂર્ણ થયા બાદ મહેમાનો હોટલ પરત ફરશે, સાંજે 7.00 વાગ્યે ડિનર બાદ મહેમાનોની વેલકમ ફોટોગ્રાફી, રાત્રે 8.00 વાગ્યે ડિનર દરમિયાન થશે ચર્ચા, રાત્રે 9.10 વાગ્યે લીડર્સ લાઉંજમાં મહેમાનો મળશે, મુલાકાત બાદ તમામ મહેમાનો હોટલ પરત જશે