Not Set/ BCCI નું મોટુ એલાન, જાન્યુઆરીની આ તારીખથી શરૂ થવા જઇ રહી છે T-20 ટૂર્નામેન્ટ

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) તેની ઘરેલુ સિઝનની શરૂઆત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટથી કરશે, જેની મેચ 10 થી 31 જાન્યુઆરી સુધી 6 રાજ્યોમાં રમાશે

Sports

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) તેની ઘરેલુ સિઝનની શરૂઆત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટથી કરશે, જેની મેચ 10 થી 31 જાન્યુઆરી સુધી 6 રાજ્યોમાં રમાશે, જ્યાં બાયો-સેફ વાતાવરણ બનાવવામાં આવશે. ભાગ લેનાર ટીમે 2 જાન્યુઆરીએ પોતપોતાના બાયો-સેફ વાતાવરણમાં પહોંચવું પડશે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 10 જાન્યુઆરીથી શરૂ થશે અને 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ સાથે જ ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનની શરૂઆત થશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) નાં સચિવ જય શાહે રવિવારે તમામ રાજ્ય એકમોને મેઇલ કરી આ જાણકારી આપી હતી. ટી-20 ટ્રોફીની સાથે ઘરેલુ સીઝન શરૂ કરવાનો નિર્ણય યુનિયનોનાં સૂચનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો કે, ટૂર્નામેન્ટનાં સ્થળની હજી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાગ લેનાર ટીમે 2 જાન્યુઆરીએ પોતપોતાના બાયો-સેફ વાતાવરણ સુધી પહોંચવું પડશે.

જય શાહે રાજ્યનાં એકમોને પત્ર લખ્યો છે કે, “તમારા સૂચનો અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન 2020-21 સ્થાનિક સીઝનમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીસીસીઆઈ અન્ય સ્થાનિક ટૂર્નામેન્ટ્સ માટે પણ તમારા તરફથી વધુ પ્રતિસાદ અને સૂચનો લેશે. આ ઉપરાંત સૈયદ મુસ્તાક અલી ટ્રોફીનાં ગ્રુપ સ્ટેજ પછી તેમના પર નિર્ણય લેવામાં આવશે.”

વિરાટની આ પ્રતિભા બાબર આઝમે પણ શીખવી જોઇએ : પાક. પૂર્વ કેપ્ટન

દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

દાયકાનો સર્વશ્રેષ્ઠ વનડે ભારતીય ક્રિકેટર કોણ ? આ નામને લઇ ગાવસ્કર-હેડન આવી ગયા સામસામે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…