Bollywood/ લૉક અપ’ના ટ્રેલર લૉન્ચ પહેલા, કંગના રનૌત અને એકતા કપૂરે બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં દર્શન કર્યા, જુઓ તસવીરો

આ શો Alt બાલાજી અને MX પ્લેયર પર 24×7 લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યાં પ્રેક્ષકો સ્પર્ધકો સાથે સીધો વાર્તાલાપ કરી શકશે

Photo Gallery

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં તેના નવા શો ‘લોક અપ શો’ને લઈને ચર્ચામાં છે.  ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહી છે. આ શોની નિર્માતા એકતા કપૂર છે. બંન્ને પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા, પરંતુ તે પહેલા તેઓએ બાંગ્લા સાહિબ ગુરુદ્વારા માં પ્રણામ કર્યા.

કંગના રનૌત અને એકતા કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યાં કંગનાએ મીડિયા સાથે વાતચીત પણ કરી.

કંગના બ્લુ કલરના પ્રિન્ટેડ સલવાર-સૂટમાં સુંદર લાગી રહી હતી. એકતા કપૂર પણ પરંપરાગત અંદાજમાં જોવા મળી હતી.

લોક અપ’ શો વિશે વાત કરીએ તો, તે 27 ફેબ્રુઆરીથી Alt બાલાજી એપ પર સ્ટ્રીમ થશે. તેને કંગના હોસ્ટ કરશે.

આ તેના પ્રકારનો એક રિયાલિટી શો બનવા જઈ રહ્યો છે જે દર્શકોએ પહેલા ક્યારેય જોયો નથી.

આ શો Alt બાલાજી અને MX પ્લેયર પર 24×7 લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યાં પ્રેક્ષકો સ્પર્ધકો સાથે સીધો વાર્તાલાપ કરી શકશે.