ધર્મ વિશેષ/ કળિયુગ માટે ભગવદ ગીતાની ભવિષ્યવાણી, જાણો શું કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ…

કળિયુગમાં મનુષ્યના જીવનની મહત્તમ ઉંમર 50 વર્ષ સુધી રહેશે. કળિયુગમાં મનુષ્ય પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા નહિ કરે.  મનુષ્યએ ઠંડી, હવા, ગરમી, વરસાદ અને બરફથી ઘણું બધું નુકશાન ભોગવવું પડશે.  લોકો પોતાના ઝગડા, ભૂખ, તરસ, બીમારી અને ગંભીર ચિંતાને કારણે પરેશાન થઇ જશે. 

Dharma & Bhakti

દુનિયામાં સૌથી જુનો ધર્મ હિંદુ ધર્મ માનવામાં આવે છે.  શાસ્ત્રો અનુસાર હિંદુ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓએ જન્મ લીધો અને દુષ્ટોનો અંત કર્યો છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવા ભગવંતોએ પોતાના  જીવનકાળ દરમ્યાન લાખો લોકોને જીવન જીવવાની નવી રાહ ચીંધી છે.  દુનિયામાં ભારત દેશમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે. શ્રીમદ્દભાગવત પુરાણમાં આ ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલ્લા પાડવામાં આવ્યા છે.

Krishna Updesh - Community | Facebook

આ પવિત્ર ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે ઘણા હજારો વર્ષ પહેલા આ બધી વાતોનું એમાં વર્ણન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ મહાન ગ્રંથમાં જે કાંઈ પણ જીવ વિષે વર્ણન કરવામાં આવ્યું હતું તે ક્યાંકને ક્યાંક આજના સમયમાં સાચું થતું જોવા મળી રહ્યું છે. તમને આ વાતો વાંચવામાં થોડી વિચિત્ર લાગી રહી હશે, પણ તે એકદમ સાચી છે. આજના આ આર્ટીકલમાં અમે તમને થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેની ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પેહેલા શ્રીમદ્દભાગવત પુરાણમાં કરવામાં આવી હતી.

Chapter 2, God Answers Arjun | Irina Gajjar

કળિયુગ માટે ભગવદ ગીતાની ભવિષ્યવાણી.

જે લોકોએ સારી રીતે ભગવદ ગીતા વાંચી લીધી છે, એમને ખબર છે કે આ પવિત્ર પાંડુલિપિના અંતિમ ખંડમાં વર્તમાન યુગ એટલે કે કળિયુગ માટે ભવિષ્યવાળી કરવામાં આવી છે. જો કે આ ભવિષ્યવાણી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અને તે એટલી ચોક્કસ છે કે તમે એને નકારી પણ નથી શકતા.

પૃથ્વી પર ભ્રષ્ટ લોકોની જનસંખ્યા વધશે અને જે લોકો પોતાને મજબૂત દેખાડશે એમને રાજનીતિની શકતી મળશે. મનુષ્ય કળિયુગમાં દુકાળથી પરેશાન રહેશે. લોકોને ખોરાક માટે પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળ, ફૂલ અને બીજનો સહારો હશે.  દુષ્કાળથી મનુષ્ય સંપૂર્ણ રીતે બરબાદ થઇ જશે.

Why Sri Krishna is the Guru you need in every walk of life

કળિયુગમાં મનુષ્યના જીવનની મહત્તમ ઉંમર 50 વર્ષ સુધી રહેશે. કળિયુગમાં મનુષ્ય પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા નહિ કરે.  મનુષ્યએ ઠંડી, હવા, ગરમી, વરસાદ અને બરફથી ઘણું બધું નુકશાન ભોગવવું પડશે.  લોકો પોતાના ઝગડા, ભૂખ, તરસ, બીમારી અને ગંભીર ચિંતાને કારણે પરેશાન થઇ જશે.

 

કળિયુગમાં ફક્ત ધન એ માણસના સારા જન્મ, યોગ્ય વ્યવહાર અને સારા ગુણોની નિશાની માનવામાં આવશે. અને કાયદા કાનૂન અને ન્યાય ફક્ત એક શક્તિના આધાર પર લાગુ કરવામાં આવશે. પુરુષ અને મહિલા ફક્ત આકર્ષણને કારણે એક બીજા સાથે રહેશે. એક માણસ ફક્ત એક દોરો પહેરીને બ્રાહ્મણના રૂપમાં ઓળખાશે.