Gandhinagar News/ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આપવામાં આવેલા ભારત બંધની ગુજરાતમાં મિશ્ર અસર

પ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે.

Gujarat Gandhinagar Ahmedabad Top Stories Surat Others Breaking News
Beginners guide to 2024 08 21T130847.525 સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આપવામાં આવેલા ભારત બંધની ગુજરાતમાં મિશ્ર અસર

Gandhinagar News: સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે.

ભારત બંધના એલાનને લઈને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ખાસ અસર જોવા મળી નથી. બેન્કો સહિત મુખ્ય બજારોમાં હિલચાલ રાબેતા મુજબની જારી હતી. આ બંધની અસર અમુક વિસ્તારો પૂરતી જ મર્યાદિત હતી. અમદાવાદ પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે અનામત મુદ્દે વિરોધ કરવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા છે. દલિત સમાજે રસ્તા પર બેસી જઈ રસ્તો રોકતા પોલીસ દોડતી થઈ છે અને પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો છે.

Beginners guide to 2024 08 21T131337.124 સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આપવામાં આવેલા ભારત બંધની ગુજરાતમાં મિશ્ર અસર

ભારત બંધના એલાનમાં ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે. જેમાં વિપક્ષ પણ સામેલ છે. બપોરના એક વાગ્યા સુધીની વાત કરીએ તો સાબરકાંઠાનું વિજયનગર અને અરવલ્લીનું ભિલોડા સ્વયંભુ બંધ જોવા મળ્યું હતું. જ્યારે SC-ST સમાજની નોંધપાત્ર વસ્તી ધરાવતા નર્મદા,પંચમહાલમાં બજારો ખુલ્લી જોવા મળી છે. આ સિવાય છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બાજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી રહી છે.

અમદાવાદ ગ્રામ્યમાં પણ ભારત બંધની અસર

અમદાવાદ ગ્રામ્યના બાવળા-ધોળકા-સાણંદ તાલુકામાં પણ એસટી એસસી સમાજના સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. વહેલી સવારથી જ ધોળકા-બાવળા-સાણંદ સહિતના વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી હતી. ધોળકામાં વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અને ટેકો આપીને સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.ધોળકાના બજારોમાં કલિકુંડ, પાશ્વનાથ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીનમે ભારત બંધને સમર્થન આપ્યું હતું.

Beginners guide to 2024 08 21T131548.633 સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આપવામાં આવેલા ભારત બંધની ગુજરાતમાં મિશ્ર અસર

સુરતના ઉમરપાડામાં પણ ભારત બંધને સંપૂર્ણ પ્રતિસાદ

ભારત બંધનું સુરતના ઉમરપાડા તાલુકામાં પણ સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણ બંધમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. મહુવા, માંડવી, માંગરોળ તાલુકામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાપડ્યો હતો. હાલ જિલ્લામાં અનેક વિસ્તારમાં બંધમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.

અરવલ્લીમાં ભિલોડા સજ્જડ બંધ

અરવલ્લીમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. ભિલોડા સજ્જડ બંધ રહ્યું હતું. વહેલી સવારથી જ વેપારીઓ બંધમાં જોડાયા હતા. આદિવાસી સમાજ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

ભારત બંધના ડીસામાં પણ પડઘા

આજે ભારત બંધ એલાનના ડીસામાં પણ પડઘા જોવા મળ્યા હતા. ડીસામાં દલિત સમાજના લોકોએ બાબા આંબેડકર સ્ટેચ્યુ નજીક પ્રદર્શન કર્યું હતું. ડીસા દક્ષિણ પોલીસ પ્રદર્શન સ્થળે પહોંચી હતી અને પોલીસે પ્રદર્શન કરનારા કાર્યકરોની અટકાયત કરી હતી.

Beginners guide to 2024 08 21T131727.138 સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આપવામાં આવેલા ભારત બંધની ગુજરાતમાં મિશ્ર અસર

ઇકબાલગઢ બજાર સજ્જડ બંધ

બનાસકાંઠામાં પણ અનેક જગ્યાએ ભારત બંધની અસર જોવા મળી હતી. ઇકબાલગઢ બજાર સજ્જડ બંધ રહ્યું હતું. વહેલી સવારથી જ વેપારીઓએ દુકાનો બંધ રાખીને બંધને સમર્થન આપ્યું હતું.

દાંતા તાલુકામાં પણ બંધની અસર

બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ બંધની અસર જોવા મળી હતી. હડાદ ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. બીરસા મુંડા ગ્રુપ અને હડાદ વેપારી એસોસિએશને બંધને સમર્થન આપ્યું હતું. આદિવાસી વિસ્તાર ધરાવતા ગામોમાં બંધની અસર જોવા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ આજે ભારત બંધ, જાણો કઈ કઈ સંસ્થાઓ અને પાર્ટીઓ સામેલ, શું છે માંગ? 7 મોટા પ્રશ્નોના જવાબો

આ પણ વાંચોઃ અનામત બચાવો સંઘર્ષ સમિતિનું આજે ભારત બંધનું એલાન

આ પણ વાંચોઃ ભારત બંધના એલાનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જાણો સુરતમાં કેવી છે આંદોલનની અસર