લગ્ને લગ્ને કુંવારી/ વડિયા તાલુકામાં યુવાન બન્યો લૂંટેરી દુલહનની છેતરપીંડીનો ભોગ, કર્યું એવું કે તે જાણીને…

વડિયા પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે.આ મહિલા લગ્ને લગ્ને કુંવારી છે.ગુજરાતમાં અનેક પુરુષો સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરી ચુકી છે.અનેક પરિવારોના ઘરમાં ગ્રહલક્ષ્મી બનીને કંકુ પગલાં પાડી ચુકી છે.આ લુટેરી દુલ્હન અને તેના સાથીદારોની સામે વડિયા પોલીસમાં ગુન્હો નોંધાયો છે.

Gujarat Others
વડિયા

વડિયા તાલુકાના સુર્યપ્રતાપગઢનો યુવાન આ લૂંટેરી દુલહનની છેતરપીંડીનો ભોગ બન્યો છે.ભોગ બનતા ચાર સામે વડિયા પોલીસ ફરિયાદ નોંધાઇ છે  દલાલની મદદથી પ્રથમ 60 હજાર, લગ્ન બાદ 1.40 લાખ ચૂકવ્યા હતાં લગ્ન કરવા ઇચ્છતા યુવકને શીશામા ઉતારી તગડા નાણા પડાવી લગ્નના બે ત્રણ દિવસમા જ ભાગી જતી આ લુટેરી દુલ્હન અને તેની ગેંગે અમરેલી પંથકમા પાંચ યુવાનોને નિશાન બનાવ્યા છે . વડીયાના યુવક સાથે રૂપિયા બે લાખમા લગ્ન કરી ચાલતી પકડનાર દુલ્હન સહિત ચાર શખ્સો સામે પોલીસમા ફરિયાદ નોંધાઇ છે લગ્નના નામે છેતરપીંડી આચરનારી આ ગેંગ રાજકોટમા કોઠારીયા રોડ પર રણુજા ચોકડી વિસ્તારમા રહે છે.

વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામના પ્રવિણ રવજીભાઇ રાઠોડ ( ઉ.વ .30 ) નામના યુવાન સાથે આ ગેંગે છેતરપીંડી કરી હતી. તેની જ જ્ઞાતીના ખીજડીયા ગામના બધા ચકા સોલંકી નામના દલાલે પ્રવિણ રાઠોડ માટે કન્યા જોઇ છે તેમ કહી વાત ચલાવી હતી . ગત તારીખ 17 / 8 ના રોજ પ્રવિણ અન્ય લોકો સાથે રાજકોટ કન્યા જોવા ગયો હતો અને માધવી મકવાણા નામની કન્યા બતાવાતા તેણે લગ્નની હા પાડી હતી . રણુજા ધામ ખાતે ફુલહાર વિધીથી લગ્ન કરાયા હતા જો કે આ માધવી મકવાણા લુંટેરી દુલ્હન છે અને અત્યાર સુધીમા તેણે અનેક લોકોને શીશામા ઉતાર્યા છે.

લગ્નનુ નક્કી થતા જ રૂપિયા 60 હજાર દલાલ મારફત રોકડા અપાયા હતા . અને ત્યારબાદ તારીખ 28 / 8 ના રોજ વડીયા તાલુકાના ખજુરી ગામે રણુજા ધામ ખાતે ફુલહાર વિધીથી લગ્ન કરાયા હતા. તે સમયે માધવીની માસી દેવુબેન મકવાણા અને માસા શામજી મકવાણા પણ હાજર હતા. લગ્ન થતા જ બાકીના રૂપિયા 1.40 લાખ ચુકવી દેવાયા હતા . એક યુવાને તેને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો દુલ્હન સાથે પરિવાર સુર્યપ્રતાપગઢ પરત આવ્યા બાદ પ્રવિણ રાઠોડે હોંશેહોંશે પોતાના દુલ્હન સાથેના ફોટા સોશ્યલ મિડીયામા મુકયા હતા . જો કે તે વખતે તોરી ગામના એક યુવાને તેને ફોન કર્યો હતો કે જે છોકરી સાથે તે લગ્ન કર્યા છે તેની સાથે મારા પણ લગ્ન થયા છે અને તે મારી સાથે લગ્ન કરી થોડા સમયમા જતી રહી છે . છેતરપીંડી થઇ રહી હોવાનો સ્પષ્ટ થતા પોલીસમાં ફરિયાદ નોંઘાવી પાંચ દિવસના લગ્ન જીવનમાં આ મહિલાએ પ્રવિણ રાઠોડને પતિ તરીકેનો કોઇ અધિકાર આપ્યો ન હતો. અને ગત બીજી તારીખે માધવીના માસી દેવુબેન તેને તેડવા આવી પહોંચ્યા હતા.

પોતાની સાથે છેતરપીંડી થઇ રહી હોવાનો સ્પષ્ટ થઇ જતા પ્રવિણ રાઠોડ વડીયા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પત્ની માધવી ઉપરાંત તેની માસી દેવુ મકવાણા અને માસા શામજી મકવાણા તથા દલાલ બધા ચકા સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.હજુ જાણ થતા ભોગ બનનારાના અનેહીજનો ફરિયાદ નોંધાવવા અને પોતાની રકમો પરત મેળવવા લાઈનમાં છે.

દક્ષિણ ગુજરાતની જુદી – જુદી ગેંગ પણ આ જ રીતે કરે છે છેતરપીંડી.અમરેલી જિલ્લામા આવી રીતે લગ્ન વાંચ્છિત યુવાનો અવારનવાર ચીટર ગેંગનો ભોગ બની રહ્યાં છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાત વિસ્તારમાથી મોટી રકમ આપી લાવેલી કન્યાઓ બે ચાર દિવસમા જ છોડીને જતી રહ્યાં બાદ છેતરપીંડી થયાની જાણ થાય છે.

વચેટીયાઓ પણ કહી દીધું મારી પાસે ટાઇમ નથી બે લાખ ખર્ચીને લગ્ન કર્યા બાદ લાવેલી દુલ્હનને માવતરે જવુ હોય શંકા જતા ઉપરાંત તોરી ગામના કલ્પેશ રાઠોડ નામના યુવક સાથે પણ આવી જ છેતરપીંડી થઇ હતી. જયારે બરવાળા બાવળના વીનોદ કાનાભાઇ પડાયા સાથે સગાઇ કરી રૂપિયા 10 હજાર પડાવ્યા હતા. ઉપરાંત બાબરા પંથકમા પણ બે સ્થળે લગ્ન કર્યા હતા અને દ્વારકામાં પણ આ કુંવારી દુલહને બે વર્ષ પહેલા છેતરપિંડી આચરીની ફરિયાદ નોંધાઇ હતી.

આ પણ વાંચો: માસ્ક ઉતાર્યા વિના પીધું ચરણામૃત, જાણો કોણ છે આ મહાન CM

આ પણ વાંચો:દેશની પ્રથમ નોઝલ વેક્સિનને મંજૂર, ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ પણ વાંચો:યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું : વિશ્વનાથસિંહ વાઘેલા