Not Set/ ભરૂચમાં નગરસેવકોના ધરણા યથાવત,કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહારો

ભરુચ, ભરુચ નગરપાલિકામાં શાસક પક્ષ સામે કોંગ્રેસના નગરસેવકોએ ધરણા કર્યા છે. ગત રોજ સાંજથી નગરપાલિકા પરિસરમાં પ્રમુખના કેબીનની સામે જ નગરજનો ધરણા પર બેસી ગયા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયામાં કૉંગ્રેસના નગરસેવકોના કામ હાથપર લેવામાં આવતા નથી અને ભાજપના નગરસેવકોના વિકાસ કામો વહેલા મંજુર કરી દઈ શાસક પક્ષ વ્હાલા દવલા ની […]

Top Stories Gujarat Others Videos

ભરુચ,

ભરુચ નગરપાલિકામાં શાસક પક્ષ સામે કોંગ્રેસના નગરસેવકોએ ધરણા કર્યા છે. ગત રોજ સાંજથી નગરપાલિકા પરિસરમાં પ્રમુખના કેબીનની સામે જ નગરજનો ધરણા પર બેસી ગયા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયામાં કૉંગ્રેસના નગરસેવકોના કામ હાથપર લેવામાં આવતા નથી અને ભાજપના નગરસેવકોના વિકાસ કામો વહેલા મંજુર કરી દઈ શાસક પક્ષ વ્હાલા દવલા ની નીતિ અપનાવે છે એમ વિપક્ષના નેતા સમસાદ અલી એ જણાવ્યું હતું, જ્યાં સુધી વિકાસના કામોને મંજૂરી ન અપાય ત્યાં સુધી ધરણાં યથાવત રહેશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.