Bharuch news/ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, કોલસાના કાળાબજારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપ્યા

ખનીજનો બેફામ કારોબાર કરવા પર પોલીસ તંત્ર એલર્ટ થયું હતું. DYSP ડો. કુશલ ઓઝાએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે……….

Top Stories Gujarat Breaking News

Bharuch News: ભરૂચ Bharuch અંકલેશ્વરમાંથી Ankleshwar કોલસાનો Coal કાળો કારોબાર Black Trade ઝડપી પાડવામાં આવ્યો છે.  ઇમ્પોટેડ કોલસાનો કાળો કારોબાર ઝડપવા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ઘણા સમયથી કારોબાર Trading કરનારાઓ પર બાજ નજર રાખીને બેઠી હતી. બાતમીના આધારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન Operation સફળ રીતે પાર પાડ્યું છે.

મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લામાં કોલસાનો કારોબાર, ભેળસેળ કરતી ગેંગ વિશે માહિતી મળી હતી. ખનીજનો બેફામ કારોબાર કરવા પર પોલીસ તંત્ર એલર્ટ થયું હતું. DYSP ડો. કુશલ ઓઝાએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સુરતના મગદલ્લા પોર્ટ પરથી આવતા કોલસામાં ભેળસેળનો રૂપિયા  71 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એટલું જ નહીં, મુદ્દામાલ સાથે 7 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા  છે તેમજ 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

અમરેલી Amreli જીલ્લાના જાફરાબાદના Jafrabad શેલણામાંથી બિનહિસાબી કોલસો ઝડપાયો હતો. જેમાં અમરેલી જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુણવત્તાયુક્ત કોલસામાં હલકા કોલસાની ભેળસેળ કરી તેને ઉચ્ચગુણવત્તાવાળા કોલસાના કામે સપ્લાય કરવાનું નેટવર્ક ફરી ચર્ચામાં આવ્યુ હતું. માહિતી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છના ઉદ્યોગોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાનો વપરાશ વધુ થતો હોય છે તેથી કોલસો વિદેશમાંથી આયાત કરાતો હોય છે. ત્યારે આવી ગેંગ સક્રિય થતાં પોલીસે રંગે હાથે ઝડપી પાડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં બારે મેઘ ખાંગા, વાપી 13 ઈંચ વરસાદમાં જળબંબાકાર

આ પણ વાંચો:હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલનું ગુજરાતમાં મોટું ઓપરેશન, 36 લોકોની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો