The Kerala Story/ વિવાદ વચ્ચે ‘ધ કેરળ સ્ટોરી’માં મોટો ફેરફાર, જાણો શું છે સમગ્ર મામલો

‘ધ કેરળ સ્ટોરી’  ફિલ્મ તેની વાર્તા અને દાવાઓને લઈને ચર્ચામાં છે. 26  એપ્રિલે આનું ટ્રેલર રીલીઝ થયું હતું. ફિલ્મ 4 યુવતિઓની જીંદગી પર આધારિત છે. 2 મિનિટ 45 સેકંડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. કેવી રીતે કોલેજ જતી 4 યુવતિઓ એક અંતકી સંગઠનથી જોડાઈ જાય છે.

Mantavya Exclusive
'ધ કેરળ સ્ટોરી'

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ફિલ્મને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. આવો જ વિવાદ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને પણ થયો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા છો? પહેલા તમારે હાઈકોર્ટમાં જવું જોઈતું હતું. આ સમગ્ર મામલો કેમ પહોચ્યો સુપ્રીમમાં જુઓ વિશેષ અહેવાલ

‘ધ કેરળ સ્ટોરી’  ફિલ્મ તેની વાર્તા અને દાવાઓને લઈને ચર્ચામાં છે. 26  એપ્રિલે આનું ટ્રેલર રીલીઝ થયું હતું. ફિલ્મ 4 યુવતિઓની જીંદગી પર આધારિત છે. 2 મિનિટ 45 સેકંડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. કેવી રીતે કોલેજ જતી 4 યુવતિઓ એક અંતકી સંગઠનથી જોડાઈ જાય છે.

ટ્રેલરની શરૂઆત કેરળની હિંદુ છોકરી શાલીની ઉન્નીકૃષ્ણનથી થાય છે, જેમાં તે આંતકી સંગઠન ISISમાં જોડાવાની પૂરી વાત કરી રહી છે. કેવી રીતે એક સમુદાય કેરળની યુવતીઓનું બ્રેનવોશ  કરી ધર્મપરિવર્તન કરાવે છે અને પછી આંતકી સંગઠન ISISનો હિસ્સો બનાવી શકે છે. તેના માટે ક્યારેક શારીરિક સંબંધ તો ક્યારેક ધાર્મિક માન્યતાઓને સાધન તરીકે  ઉપયોગ કરવામાં આવે છે.

Kerala Story Row: धर्मांतरण, आतंकी ट्रेनिंग और गुमशुदा 32 हजार लड़कियाें की कहानी 'केरला स्टोरी' कितनी विवादित? | the kerala story controversy story of Islam Conversion ISIS ...

એક મુસ્લિમ સંગઠને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’માં લાગેલા આરોપોને સાબિત કરવા માટે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનથી લઈને શશિ થરૂર સુધી 5 મેના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

‘ધ કેરળ સ્ટોરી’માં બતાવવામાં આવ્યું છે કે પ્રેમની જાળમાં ફસાવીને છોકરીઓને મોટા પાયે ઈસ્લામ કબૂલ કરાવવામાં આવે છે. શું ખરેખર કેરળમાં ‘લવ જેહાદ’ થઈ રહ્યો છે?

2009માં બે મામલા કેરળ અને કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યા, ત્યારબાદ લવ જેહાદ ચર્ચામાં આવ્યો. બંને કેસમાં યુવતીના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મુસ્લિમ યુવકો સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા.

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ કે.ટી. શંકરને કહ્યું કે એ વાત જાણીતી છે કે લવ જેહાદ કે રોમિયો જેહાદના નામે એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કેરળના ડીજીપીને અનેક સવાલોના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેટલાક મુખ્ય પ્રશ્નો આ હતા…

  • શું દેશમાં આવી કોઇ ચળવળ ચાલી રહી છે?
  • આમાં ભારત અને વિદેશની કઇ સંસ્થાઓ સામેલ છે?
  • આ ચળવળને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે?
  • શું તે આખા ભારતમાં ચાલી રહ્યું છે?
  • છેલ્લાં 3 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો?
  • શું લવ જેહાદ, બનાવટી, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે કોઈ સંબંધ છે?

સી સેલ્વરાજે કર્ણાટક હાઈકોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી સિલ્જા રાજનું એક મુસ્લિમ છોકરા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને કામરાજનગરથી કેરળ લઈ જવામાં આવ્યું હતું. ત્યાં તેને મદરેસામાં ઇસ્લામનો પાઠ ભણાવવામાં આવ્યો અને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરી લીધા.

The Kerala Story: 'द केरला स्टोरी' को लेकर क्यों परेशान हैं कुछ लोग? | The Kerala Story some people worried about this film reasons - Hindi Oneindia

સિલ્જા રાજ પછી આગળ આવે છે અને કોર્ટને કહે છે કે તેણીએ ધર્મ પરિવર્તન કર્યું અને પોતાની મરજીથી લગ્ન કર્યા. આ પછી કોર્ટે લવ જેહાદ આંદોલનની તપાસ માટે કર્ણાટકના ડીજીપીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી.

કર્ણાટકમાં રચાયેલી એસઆઈટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટકના તમામ જિલ્લાઓમાં 24 ટીમો મોકલવામાં આવી હતી, પરંતુ લવ જેહાદના કોઈ પુરાવા મળ્યા નથી. SITએ કહ્યું કે સિલજા રાજના ધર્મ પરિવર્તન પછી થયેલા લગ્ન લવ જેહાદ ન હતા. આ પછી કર્ણાટક હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે સિલ્જા તેના પતિ સાથે રહી શકે છે અને જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે.

  • કર્ણાટક હાઈકોર્ટના આદેશ પછી SITની તપાસ
  • 2005-2009 સુધી લાપતા 21,890 છોકરીઓની તપાસ
  • 229 છોકરીઓએ અલગ ધર્મના છોકરાઓ જોડે કર્યા લગ્ન
  • માત્ર 63 છોકરીઓએ કર્યું ધર્મપરિવર્તન
  • 149 હિંદુ છોકરીઓએ મુસ્લિમ છોકરાઓ જોડે કર્યા લગ્ન
  • 38 મુસ્લિમ છોકરીઓએ હિંદુ છોકરાઓ જોડે કર્યા લગ્ન
  • 20 ક્રિશ્ચિયન છોકરીઓએ હિંદુ છોકરાઓ જોડે કર્યા લગ્ન
  • 10 છોકરીઓએ ક્રિશ્ચિયન છોકરાઓ જોડે કર્યા લગ્ન
  • 20 ક્રિશ્ચિયન છોકરીઓએ મુસ્લિમ છોકરાઓ જોડે કર્યા લગ્ન
  • 1 મુસ્લિમ છોકરીએ ક્રિશ્ચિયન છોકરા જોડે કર્યા લગ્ન
  • આ આખી તપાસમાં ક્યાંયલવ જેહાદનો પુરાવો હાથ લાગ્યો નહી

કેરળના ડીજીપી જેકબ પુન્નોસે 18 ઓક્ટોબર 2009ના રોજ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. તેમાં તમામ જિલ્લાના એસપીના 14 અહેવાલો અને રાજ્યના સીઆઈડી, પોલીસ ઈન્ટેલિજન્સ, સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચના વડાઓના ચાર અહેવાલોનો સમાવેશ થાય છે.

જેમાં કેરળ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ નકારાત્મકમાં આપવામાં આવ્યા હતા. એટલે કે ન તો લવ જેહાદ જેવી કોઈ ચળવળ ચાલી રહી છે કે ન તો તેની પાછળ કોઈ ષડયંત્ર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં પહેલીવાર આવો કિસ્સો સામે આવ્યો છે.

Amid calls for ban on 'The Kerala Story', Shashi Tharoor says 'Keralites have every right to…' | Mint

ડીજીપીએ આ અહેવાલમાં જણાવ્યું હતું કે આવા આરોપોના કોઈ નક્કર ઉદાહરણ અસ્તિત્વમાં નથી. જો કે, કેટલાક સૂત્રો પાસેથી મળેલી માહિતી અને આરોપોમાં લવ જેહાદ અંગેની વાતો કહેવામાં આવી છે. પોલીસની ઈન્ટેલિજન્સ સેલ તમામ શાળાઓ અને કોલેજો પર ચાંપતી નજર રાખશે અને આવા કેસ સામે કડક કાર્યવાહી કરશે.

જસ્ટિસ કેટી શંકરને 26 ઓક્ટોબર 2009ના રોજ શહેનશાહ અને સિરાજુદ્દીનને તેમની આગોતરા જામીન અરજીઓ પાછી ખેંચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ડીજીપીને તમામ 18 રિપોર્ટ સીલબંધ પરબિડીયાઓમાં સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ડીજીપીને એ પણ જણાવવા કહ્યું કે તેઓ આ કેસ બંધ કરવા શા માટે ઇચ્છુક છે, જ્યારે ઘણા સૂત્રોએ આવું થવાનું કહ્યું છે અને ઘણા આરોપો પણ સામે આવ્યા છે? કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

9 નવેમ્બર 2009 ના રોજ, કેરળના ડીજીપી 18 એ અહેવાલ સબમિટ કરતી એફિડેવિટ ફાઇલ કરી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્ત્રોત દ્વારા આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા આરોપોને સમર્થન આપવા માટે ગુનાહિત પ્રવૃત્તિ અથવા સંગઠનની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.

people reaction on the kerala story movie controversial scenes in trailer - जिस्मानी रिश्ते बनाओ, गॉड शिव पर कमेंट...चर्चा में आए The Kerala Story के विवादित सीन्स

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ 1 ડિસેમ્બર, 2009ના રોજ હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં કોઈ લવ જેહાદ ચળવળ અથવા સંગઠનનું અસ્તિત્વ નથી.

ત્યાર બાદ, જસ્ટિસ શંકરને 9 ડિસેમ્બર 2009ના રોજ આપેલા તેમના લાંબા ચુકાદામાં જિલ્લા એસપી દ્વારા દાખલ કરાયેલા તમામ 14 અહેવાલોને રદબાતલ કરી દીધા હતા. એમ પણ કહે છે કે એ સ્પષ્ટ છે કે ચોક્કસ ધર્મની છોકરીઓને અન્ય ધર્મોમાં ધકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. એ પણ સ્પષ્ટ છે કે રિપોર્ટમાં ઉલ્લેખિત કેટલાક સંગઠનોના ઉશ્કેરણી પર આવું કરવામાં આવી રહ્યું છે. આ સાથે કોર્ટે શહેનશાહ અને સિરાજુદ્દીનને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

જો કે, એક અઠવાડિયા પછી જસ્ટિસ એમ સસિધરન નામ્બિયારે શહેનશાહ અને સિરાજુદ્દીનની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ જસ્ટિસ નામ્બિયારે તિરુવનંતપુરમ અને એર્નાકુલમના જિલ્લા ન્યાયાધીશો પાસેથી આ મામલામાં વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. બંને જિલ્લા ન્યાયાધીશોના રિપોર્ટમાં લવ જેહાદ કે ધર્માંતરણના ષડયંત્રનો કોઈ પુરાવો મળ્યો ન હતો. આ પછી જસ્ટિસ નામ્બિયારે 10 ડિસેમ્બર 2010ના રોજ શહેનશાહ અને સિરાજુદ્દીનને નિર્દોષ જાહેર કર્યા અને તેમની સામેની FIR રદ કરી.

વર્ષ 2016માં કેરળમાં લવ જેહાદ ફરી એકવાર ચર્ચામાં આવી હતી. 25 વર્ષીય અખિલા, વાઈકોમ શહેરમાં હોમિયોપેથીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે, તેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેણે હાદિયા નામ રાખ્યું. ઉપરાંત, તેણીએ તેના માતા-પિતાને જાણ કર્યા વિના શફીન નામના મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી લીધા.

The Kerala Story Trailer:द केरल स्टोरी का ट्रेलर जारी, सामने आई 'शालिनी' से 'फातिमा' बनीं बच्चियों की कहानी - The Kerala Story Trailer Out: Vipul Amrutlal Shah Sudipto Sen Adah Sharma Aashin

છોકરીના પિતા એમ અશોકને તેને લવ જેહાદનો મામલો ગણાવ્યો હતો અને 2016માં કેરળ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે તેની પુત્રીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી તેના લગ્ન કરાવવામાં આવ્યા છે અને તે ગુમ છે.

છોકરીના પિતાની અરજી પર 24 મે 2017ના રોજ કેરળ હાઈકોર્ટે લગ્નને રદ કરી દીધા હતા. તેમજ હાદિયાને તેના માતા-પિતા સાથે રહેવાનો આદેશ આપ્યો હતો. આ પછી શફિને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે છોકરીના પિતાને તેને હાજર કરવાનો આદેશ આપ્યો હતો.

આ પછી હાદિયાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે મુસ્લિમ છે અને મુસ્લિમ રહેવા માંગે છે. તેણે એમ પણ કહ્યું છે કે તે શફીન જહાંની પત્ની બનીને રહેવા માંગે છે.

આ પછી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે હાદિયા અને શફીન પતિ-પત્ની તરીકે રહી શકશે. આ સાથે જ કોર્ટે NIAને લવ જેહાદના ષડયંત્રની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

The Kerala Story trailer sheds light on the shocking truth behind the disappearance of 32,000 women in the southern Indian state; watch - DNP INDIA

18 ઓક્ટોબર, 2018ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે NIAએ કેરળમાં લવ જેહાદ કેસની તપાસ બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર એનઆઈએએ કેરળમાં અન્ય ધર્મના 11 લગ્નોની તપાસ કરી હતી. એજન્સીએ શોધી કાઢ્યું કે કોઈ પણ સંજોગોમાં એવું જાણવા મળ્યું નથી કે યુવક અથવા યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું.

એટલે કે હજુ સુધી દેશમાં લવ જેહાદના કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ના ટીઝરમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાં 32,000થી વધુ છોકરીઓ ગુમ થઈ ગઈ છે. ટ્રેલરમાં પણ હજારો છોકરીઓને ધર્માંતરણ બાદ ISISમાં જોડાવાની વાત કહેવામાં આવી છે. આ દાવામાં કેટલું સત્ય છે?

ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ 15 જુલાઈ 2016ના રોજ કેરળના ગુપ્તચર અહેવાલને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે 2011 અને 2015 વચ્ચે કોઝિકોડ અને મલપ્પુરમમાં બે માન્યતાપ્રાપ્ત ધાર્મિક ધર્માંતરણ કેન્દ્રો પર 5,793 લોકોએ ઈસ્લામ સ્વીકાર્યો હતો. અહેવાલમાં સરકારી અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે અજાણ્યા કેન્દ્રોમાં થતા ધર્મ પરિવર્તનની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઇસ્લામ અપનાવનારા લોકોમાં લગભગ અડધા મહિલાઓ છે. ઉપરાંત, આમાંની મોટાભાગની મહિલાઓ એટલે કે 76% 35 વર્ષથી ઓછી વયની છે. ધર્મ પરિવર્તન કરનારાઓમાં 4,719 હિંદુ અને 1,074 ખ્રિસ્તી હતા. 25 જૂન 2012ના રોજ, કેરળના મુખ્યમંત્રી ઓમેન ચાંડીએ રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે 2006થી અત્યાર સુધીમાં 2,667 છોકરીઓએ ઈસ્લામ કબૂલ કર્યો છે. સુરક્ષા એજન્સીઓનું અનુમાન છે કે કેરળમાંથી લગભગ 100-120 લોકો ISISમાં જોડાયા છે અથવા તેમાં જોડાવાનો પ્રયાસ કર્યો છે. તેમાંથી કેટલાક મધ્ય પૂર્વથી સીરિયા અથવા અફઘાનિસ્તાન ગયા, જ્યાં તેઓએ ISIS માટે કામ કર્યું. તેમાંથી ઘણા માર્યા ગયા હતા. ઓગસ્ટ 2019 માં, મલપ્પુરમના એન્જિનિયરિંગના વિદ્યાર્થી મોહમ્મદ મુહસીનના પરિવારને એક સંદેશ મળ્યો કે તેનો એકમાત્ર પુત્ર અફઘાનિસ્તાનમાં યુએસ ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. 2014-15માં સુરક્ષા એજન્સીઓએ 17 ભારતીયોની ઓળખ કરી હતી જેઓ ISISમાં જોડાયા હોવાની શંકા હતી. તેમાંથી ત્રણ કેરળના હતા. આ લોકો મધ્ય પૂર્વમાં કામ કરી રહ્યા હતા અને 2013-14માં સીરિયા સ્થળાંતર કરી ગયા હતા. મે-જૂન 2016માં કેરળના લગભગ બે ડઝન લોકો, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, ISISમાં જોડાવા માટે ગયા હતા. તપાસમાં ISISના કાસરગોડ મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. જે લોકો ગુમ થયા છે તેમાંથી મોટાભાગના લોકો એક જ જિલ્લાના હતા. એટલે કે કેરળમાં ધર્મ પરિવર્તન અને ISISમાં જોડાવાના કિસ્સાઓ છે, પરંતુ આ ઓછા છે. હજારો અથવા 32 હજાર બિલકુલ નહીં.

‘ધ કેરળ સ્ટોરી’માં બતાવવામાં આવ્યું છે કે કેરળમાંથી ગુમ થયેલી છોકરીઓ ISISમાં સામેલ થઈ ગઈ છે. આ વાતમાં કેટલું સત્ય ?

2016-18માં કેરળની 4 મહિલાઓ તેમના પતિઓ સાથે અફઘાનિસ્તાનના નાંગરહાર પહોંચી હતી. અફઘાનિસ્તાનમાં અલગ-અલગ હુમલાઓમાં તેના પતિનું મોત થયું હતું.

નવેમ્બર અને ડિસેમ્બર 2019માં અફઘાન સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરનારા હજારો ISIS લડવૈયાઓમાં આ મહિલાઓ પણ સામેલ હતી.

વર્ષ 2021માં ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ચાર મહિલાઓને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

શું આ બધા પાછળ કોઈ સંગઠિત ગેંગ છે?

2009માં કેરળ હાઈકોર્ટમાં આપેલા પોતાના સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે લવ જેહાદને લઈને દેશમાં કોઈ સંગઠિત ગેંગ નથી.

તે જ સમયે, એ વાત સામે આવી છે કે કેરળમાંથી ISISની ભરતી પાછળ 3 મોટા મોડ્યુલ સક્રિય છે. તેણે કાસરગોડ મોડ્યુલ, કન્નુર મોડ્યુલ અને ઉમર-અલ-હિંદ મોડ્યુલ શોધી કાઢ્યું હતું.

આ પણ વાંચો:મહેસાણાના બાસણા ગામમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો,મોબાઈલે ખોલ્યા રહસ્યો

આ પણ વાંચો:બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા CMના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે

આ પણ વાંચો:શું છે ગુજરાત દિવસનો ઇતિહાસ અને મહત્વ? ગુજરાત દિવસના ગર્ભમાં છુપાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણો!

આ પણ વાંચો:દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો….