BZ Group : BZ કૌભાંડમાં CID ક્રાઇમે મોટો ખુલાસો કર્યો છે. કૌભાંડમાં સંડોવાયેલા અરવલ્લી જિલ્લાના એક શિક્ષક એજન્ટની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે. CIDના જણાવ્યા મુજબ આ શિક્ષકે લગભગ 1300 લોકોને BZ સ્કીમમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ શિક્ષક એજન્ટ વિનોદ પટેલ નામનો વ્યક્તિ છે. તેણે આ કૌભાંડમાંથી 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું છે. શિક્ષક એજન્ટ લાખોની મિલ્કત વસાવી હોવાનું અને મર્સીડીઝ ગાડી પણ ખરીદી હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષકની CID ક્રાઈમ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.CIDએ આરોપી વિનોદ પટેલની ધરપકડ કરીને તેની પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ ઘટનાથી BZ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. CID હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમમાં મેઘરજની ભેમાપુર સ્કૂલના શિક્ષક વી.ડી. પટેલની ધરપકડ
આ પણ વાંચો: BZ ગ્રુપ બાદ વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ! કરોડોની છેતરપિંડી મામલે 1ની ધરપકડ
આ પણ વાંચો: BZ પોંન્ઝી સ્કિમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે કરી અરજી