Rajasthan News : રાજસ્થાનમાં સગીર છોકરીઓને ફસાવીને તેમનું જાતિય શોષણ કરવાના એક મોટા કૈભાંડનોખુલાસો થયો છે. આ માસૂમ છોકરીઓ પર બળાત્કાર કર્યા પછી, તેમને બ્લેકમેલ કરવામાં આવતી હતી. એટલું જ નહી તેમના પર ઇસ્લામ સ્વીકારવાનું દબાણ પણ કરવામાં આવી રહ્યું હતું. છોકરીઓ આ પ્રવૃત્તિઓથી પરેશાન થઈ ગઈ અને તેમણે ધીરજ ગુમાવી અને તેમના પરિવારના સભ્યોને આ વિશે જાણ કરી.
મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ, 7 મુસ્લિમ છોકરાઓની અટકાયત કરવામાં આવી છે.રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં પોલીસે સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવા અને તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવાના આરોપસર સાત મુસ્લિમ છોકરાઓની અટકાયત કરી છે. એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે પાંચ સગીર છોકરીઓના પરિવારોએ વિજય નગર પોલીસ સ્ટેશનમાં જાતીય હુમલો, બળાત્કાર, પીછો કરવો અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ પછી, 10 મુસ્લિમ છોકરાઓ વિરુદ્ધ ત્રણ FIR નોંધવામાં આવી છે.
ડીએસપી સજ્જન સિંહે જણાવ્યું હતું કે પાંચ સગીર છોકરીઓએ ફરિયાદ કરી છે કે કેટલાક લોકોએ તેમને ચાઇનીઝ મોબાઇલ આપ્યા હતા અને તેમનું જાતીય શોષણ કર્યું હતું. આ સંદર્ભમાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને છોકરીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આરોપીઓએ સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેણે તેમને વાત કરવા માટે ચાઇનીઝ મોબાઇલ ફોન આપ્યા.
સગીર છોકરીઓએ તેમની ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા હતા અને તેમનો ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા સાત આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ મામલામાં મેજિસ્ટ્રેટ તપાસ પણ બાકી છે.
આ પણ વાંચો: સ્વીડનની શાળામાં ગોળીબાર, 10 લોકોના મોત, ગભરાટ સર્જાયો
આ પણ વાંચો: પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના ઘરે ગોળીબાર, ભુલ્લર ગેંગના ઝેન્ટાએ જવાબદારી લીધી, કહ્યું- કફન તૈયાર રાખો
આ પણ વાંચો: શ્રીલંકન નેવીએ દરિયામાં ગોળીબાર કર્યો, 5 ભારતીય માછીમારો ઘાયલ…એકશનમાં વિદેશ મંત્રાલય