Surat News : બિહારમાં એક યુવકની હત્યા કરનારા આરોપી પિતા પુત્રની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. યુવકની હત્યા કરીને પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા. આરોપી પિતા પુત્રએ 2023ની સાલમાં બિહારમાં યુવકની હત્યા કરી હતી. જેમાં તેમણે જાહેરમાં ગોળી મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ અંગે SOG ને માહિતી મળતા તેને આધારે કતારગામમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તપાસમાં આરોપી પિતા પુત્રએ 2023ની સાલમાં બિહારના નુરસરાઈ બજારમાં રાજીવકુમાર નામના યુવકની હત્યા કરી હતી. હત્યા બાદ બવ્વે પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા જ્યારે બન્નેની પત્નીની પોલીસે ધરપકડ કરી હતી.
હત્યા બાદ બન્ને આરોપી ભાગીને સુરત આવી ગયા હતા. સુરતમાં બન્ને ગીચ વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા હતા. પોલીસથી બચવા આરોપીઓ મોબાઈલનો ઉપયોગ કરતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ
આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય