@નિકુંજ પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચના રોજ મશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાં જીલ્લાના સંદેશખાલી જાય તેવી શક્યતા છે. તેઓ ત્યાં જાતિય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ સાથે વાત કરે તેવી શક્યતા છે. બંગાળના ભાજપા અદ્યક્ષ સુકાંત મજુમદારે ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી.
મજુમદારે જમાવ્યું કે વડાપ્રધાન મોદી 6 માર્ચના રોજ 24 પરગણા જીલ્લાના બારાસાતમાં એક મહિલા રેલીને સંબોધન કરશે. જો સંદેશખાલીની પિડીત મહિલાઓ વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરશે તો પાર્ટી તેની વ્યવસ્થા કરશે.
ભાજપે સંદેશખાલીમાં મહિલાઓ સાથે જાતિય સતામણી મામલામાં સોશિયલ મિડીયા પર એક વિડીયો બહાર પાડ્યો છે. ભાજપે તેના કેપ્શનમાં લક્યું છે કે સંદેશખાલીનું એવું સત્ય જે આપણી આત્માને ઝકઝોર કરી દેશે. મમતા બેનરજી આ સત્યને છુપાવવાની કોશિષ કરે છે. તેમાં એક મહિલાએ દાવો કર્યો છે કે ટીએમસી નેતા શિબપ્રસાદ હાજરા એટલેકે શીબુ હાજરા તેમને ઘરેથી ઉઠાવીને લઈ જતો હતો. ટીએમસીના લોકો છોકરીઓની સુંદરતા જોઈને તેમને પોતાની સાથે લઈ જતા હતા. તેમના માટે છોકરીઓ મનોરંજન હતી.
એક મહિલાએ જણાવ્યું કે હાજરાના માણસો રાત્રે 2 વાગ્યે બોલાવવા આવતા હતા. કહેતા હતા કે દાદા (શીબુ હાજરા) બોલાવી રહ્યા છે. તેમનો આદેશ મતલબ ભગવાનનો આદેશ. હું રાત્રે બે વાગ્યે જતી હતી અને સવારે 5 વાગ્યે પરત આવતી હતી.હું દુકાન ચલાવું છું. તેમના બોલાવવાથી ન જાઉ તો મારી દુકાન તોડી નાંખે.
શાહજહાં શેખના માણસો મિટીંગના નામે જબરજસ્તી પાર્ટી ઓફિસ બોલાવતા હતા. મહિલાઓના જણાવ્યા મુજબ તેઓ પુરૂષોને ઘરે મોકલી દેતા હતા અને મહિલાઓને ત્યાં જ રોકી લેતા હતા. તેમની સાથે ખોટી હરકતો કરતા હતા. કોઈ મહિલા ઓફિસ જવાનો ઈન્કાર કરતા તેમના પતિને ઉટાવી લેતા હતાદરમિયાન બંગાળના ડીજીપી રાજીવ કુમાર બુધવારે સંદેશખાલી ગયા હતા. ગુરૂવારે કોલકાતા પરત આવ્યા બાદ રાજીવ કુમારે જણાવ્યું કે પોલીસ સંદેશખાલીમાં દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળશે અને દોષી લોકો સામે કડક કાર્યવાહી કરશે. જો લોકોને ટોર્ચર કરવામાં કોઈ સામેલ હશે તો અમે તેમની વિરૃધ્ધ પગલા ભરીશું.
નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ(એનસીએસટી)ની એક ટીમ ગુરૂવારે સંદેશકાલી ગઈ હતી. એનસીએસટીના વાઈસ ચેરમેન અનંત નાયકે કહ્યું કે અમે ડીજીપી રાજીવ કુમાર અને બંગાળના ચીફ સેક્રેટરી બીપી ગોપાલિકા પાસેથી રિપોર્ટ માંગીશું. અમે તેમને ત્રમ દિવસનો સમય આપ્યો છે.
સંદેશખાલી મામલાની તપાસ માટે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(એનએચઆરસી)ની એક વિશેષ ટીમ પણ ગુરૂવારે સંદેશખાલી જશે. એનએચઆરસીએ પણ ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટીસ ઈશ્યુ કરીને આરોપીઓ વિરૂધ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને લઈને ચાર અઠવાડીયાની અંદર રિપોર્ટ માંગ્યો છે.
સંદેશખાલીમાં ટીએમસી નેતા શેખ સાહજહાં અને તેના બે સાથીદારો શીબુ હાજરા અને ઉત્તમ સરદાર પર આરોપ છે કે તેઓ મહિલાઓ સાથે ગેંગરેપ કરતા હતા. આ કેસમાં શીબુ હાજરા અને ઉત્તમ સરદાર સહિત 18 જણાની પોલીસે ધરપકડ કરી છે. જોકે શાહજહાં હજી ફરાર છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
