- અહમદ પટેલના અવસાન બાદ કોંગ્રેસનો કોઈ રણીધણી નથી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહીછે. ત્યારે હવે ધીમે ધીમે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળે છે. ગઈ કાલે ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હતી. ગુજરાત રાજ્યમાંથી કુલ 219 સિત બિન હરીફ બની છે અને ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે મૂળ કોંગ્રેસી અને હાલમાં ભાજપના રાજ્યસભાના સાંસદ એવા નરહરિ ભાઈ અમીનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. આ બિન હરીફ બનેલી સીટો માટે તેમણે કોંગ્રેસમાં રહેલી જૂથબંધીને કારણભૂત ગણાવ્યું છે.
અમીને વધુમાં જણાવાયું હતું કે, કોંગ્રેસનીઆંતરિક વિખવાદને લઈને ઉના અને કડી નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે. અહમદ પટેલના અવસાન બાદ કોંગ્રેસનો કોઈ રણીધણી નથી રહ્યો. છેલ્લા એક દાયકાથી કોંગ્રેસમાં જુથબંધીથી મોટું નુકસાન થયું છે
2015માં કોંગ્રેસ પાસે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સારી સીટ હતી. 2021ના ચૂંટણી પરિણામોમાં ભાજપ સારી જીત મેળવશે. કોંગ્રેસમાં ધારાસભ્યની માનહાનિ થવાથી રાજીનામા પડે છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અંગે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેમને કેટલું મહત્વ આપે છે તે સમયાંતરે જોવા મળશે. કોંગ્રેસમાં જૂથબધી વચ્ચે ક્યુ જૂથ શંકરસિંહને સ્વીકારે છે તે જોવાનું રહ્યું. પ્રદેશ નેતાઓના રાજુનામ મુદ્દે.. પ્રદેશ નેતાઓએ હારની જવાબદારી સ્વીકારી નિર્ણય લેવો જોઈએ.
Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 11000 નવા કેસ, હાલ 1.33 લાખ એક્ટિવ કેસ
Covid-19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કોરોનાના 3.39 લાખથી વધુ કેસો, 9 હજારથી વધુ લોકોના મોત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
