બ્લેકફ્લાય વિશ્વનું પ્રથમ eVTOL ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ: હવે જમીન અને હવાઈ વાહનોનો નવો યુગ શરૂ થયો છે. ગ્રાહકોની મુસાફરી માટે ઇલેક્ટ્રિક એરિયલ વાહનો બનાવવામાં આવી રહ્યા છે. ઓપનર કંપનીએ તાજેતરમાં વિશ્વના પ્રથમ EVTOL ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ, બ્લેકફ્લાયની ચાર માનવ સંચાલિત ફ્લાઇટ્સની જાહેરાત કરી હતી. ઓસ્કોશ, વિસ્કોન્સિનમાં પ્રાયોગિક એરક્રાફ્ટ એસોસિયેશન (EAA) ખાતે હજારો ઉપસ્થિતો સામે બ્લેકફ્લાયના બે વાહનોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સફળ પરીક્ષણ થી દરેક જણ ખૂબ ખુશ હતા.
આ પ્રસંગે સ્થાપક અને સીઈઓ માર્કસ લેંગે જણાવ્યું હતું કે, “હવાઈ વાહનો અને પરિવહનના ભવિષ્ય માટે તે મહત્વનો દિવસ હતો.” આ સાથે તેમણે બીજી એક ખાસ વાત જણાવી કે બ્લેકફ્લાય અલ્ટ્રાલાઇટ વાહનો ચલાવવા માટે કોઇ પાયલોટના લાયસન્સની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે 5 ઓક્ટોબર 2011 ના રોજ કેનેડાના ઓન્ટારિયોના નાના શહેર વોર્કવર્થ નજીક એક ઈતિહાસ રચાયો હતો. આ દિવસે ફિક્સ્ડ-વિંગ ઓલ-ઇલેક્ટ્રિક VTOL એરક્રાફ્ટની પ્રથમ માનવીય ફ્લાઇટ જોવા મળી. આ ઇવેન્ટ આ નવી અનન્ય તકનીકના વિકાસને આગળ વધારવાના એકમાત્ર હેતુ સાથે કંપનીની રચના તરફ દોરી ગઈ.
સપ્ટેમ્બર 2014 માં, કંપનીને ઓપનર તરીકે ફરીથી ગોઠવવામાં આવી. ત્યારબાદ કંપનીએ તેની મોટાભાગની કામગીરી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ખસેડી. 2018 માં બનાવેલ, બ્લેકફ્લાય વિશ્વની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (ઇવીટીઓએલ), ફિક્સ્ડ-વિંગ, અલ્ટ્રાલાઇટ એરક્રાફ્ટ છે જે જાહેરમાં માનવ સંચાલિત ફ્લાઇટ છે.
