આણંદમાં BMW કારે લગ્નની જાનને દુલ્હન વગર જવા મજબુર કરી હતી. આણંદના નાપાડવાંટા ગામે લગ્નમાં આવેલ જાન BMW લઈને આવી હતી. લગ્નની શરૂઆતમાં જ કન્યા પક્ષ અને વર પક્ષ વચ્ચે થોડી બોલા ચાલી થઈ હતી. પરંતુ મામલો થાળે પડતા લગ્ન શરૂ થયા હતા. દરેક વિધી પૂર્ણ થતા વિદાયનો સમય આવ્યો અને લગ્નમાં વિક્ષેપ પડ્યો. રસ્તા ખરાબ હોવાના કારણે ગાડી અંદર સુધી ન આવી શક્વાનું વર પક્ષ દ્વારા કહેવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ કન્યા પક્ષે કોઈ અન્ય ગાડી લાવવા અથવા BMWજ લગ્ન મંડપ સુધી લાવવા કહ્યું હતું. પરિણામે રક જક અને બબાલ બાદ જાન દુલ્હનને લીધા વગર જ ચાલી ગઈ હતી. આમ લગ્ન તૂટવાના કિસ્સામાં વધુ એક BMWનો કિસ્સો ઉમેરાઈ ગયો છે.
આ પણ વાંચો:સામાન્ય લોકો માટે કેસર કેરીનો સ્વાદ બન્યો કડવો, આટલા ટકા પાક નાશ પામ્યો
આ પણ વાંચો:પાટણમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીને થઈ ગંભીર ઇજા
આ પણ વાંચો: ગુજરાતના આ ડૉક્ટર દંપતી એ માઉન્ટ એવરેસ્ટ સર કરીને બનાવ્યો નવો રેકોર્ડ
