Mahesana News/ પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો

ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2025 01 23T195120.360 પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો

Maheshana News : ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે તે દરમિયાન ગઈ કાલે મહેસાણા ખાતે એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો. સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સતર્કતા દાખવીને બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય ઇનામ આપશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ ૧૫ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા તા.૦૮/૦૧/૨૦૨૫થી ચાલી રહી છે.શારીરિક કસોટી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનીટરીંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે.

તે દરમિયાન ગઈ કાલે તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. એક ઉમેદવાર તેના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરી, ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં નામ અને સરનામાની વિગતોમાં Editing કરી, પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં પકડી પાડવામાં આવ્યો છે.

આ બોગસ ઉમેદવાર વિરૂધ્ધ મહેસાણા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. અધિનિયમ કલમ ૩૩૬(ર) અને ૩૪૦(ર) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એટલું જ નહિ, બોગસ ઉમેદવારને પકડવામાં સતર્કતા દાખવનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય તરફથી પ્રોત્સાહક ઇનામ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમમાં મેઘરજની ભેમાપુર સ્કૂલના શિક્ષક વી.ડી. પટેલની ધરપકડ

આ પણ વાંચો: BZ ગ્રુપ બાદ વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ! કરોડોની છેતરપિંડી મામલે 1ની ધરપકડ

આ પણ વાંચો: BZ પોંન્ઝી સ્કિમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે કરી અરજી