Not Set/ લખનઉ કોર્ટમાં વકીલો પર કરાયો બોમ્બ બ્લાસ્ટ, ઘણા વકીલો ઘાયલ

લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ વજીરગંજ કોર્ટમાં બોમ્બ ધમાકો થયો છે જેમાં ઘણા વકીલો ઘાયલ થયા છે. પોલીસને બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચી સમગ્ર કેમ્પસને ઘેરી લીધું છે અને તપાસ હાથ ધરી છે. પોલીસે કોર્ટ પરિસરમાં 3 જીવંત બોમ્બ પણ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસ મુજબ વકીલ […]

Top Stories India

લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ વજીરગંજ કોર્ટમાં બોમ્બ ધમાકો થયો છે જેમાં ઘણા વકીલો ઘાયલ થયા છે. પોલીસને બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચી સમગ્ર કેમ્પસને ઘેરી લીધું છે અને તપાસ હાથ ધરી છે. પોલીસે કોર્ટ પરિસરમાં 3 જીવંત બોમ્બ પણ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસ મુજબ વકીલ પર દેશી બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એડવોકેટ સંજીવ લોધી ઉપર હુમલો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બ હુમલો પરસ્પર વિવાદને કારણે થયો છે. કોર્ટમાં ચૂંટણી યોજાવાની છે, જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનુ તાજેતરમાં સુત્રો જણાવી રહ્યા છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલો બે વકીલો વચ્ચે થયેલા વિવાદમાં થયો હતો. બોમ્બ ફેંકવાનો આરોપ જીતુ યાદવ નામનાં વ્યક્તિ પર છે. જોકે પોલીસે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.