ગજરાતીમાં એક કહેવત છે કે ઘાટ કરતા ઘડામણ મોંઘી, આવું જ કઈ કામ ચંડીગઢ ના વ્યક્તિએ કર્યું છે. 71,000માં ખરીદેલા સ્કુટર માટે 15 લાખ રૂપિયામાં નંબર પ્લેટ ખરીદી છે. ચંડીગઢના એક વ્યક્તિએ અદ્ભુત કામ કર્યું છે. આ વ્યક્તિએ સ્કૂટર પર સુપર VIP નંબર પ્લેટ લગાવવા માટે 15 લાખથી વધુનો ખર્ચ કર્યો છે, સ્કૂટરની કિંમત માત્ર 71,000 રૂપિયા છે.
હવે આ જ વાત ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. બ્રિજ મોહને તાજેતરમાં ચંદીગઢ નોંધણી અને લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા આયોજિત હરાજીમાં 0001 નંબર પ્લેટ માટે 15 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. જણાવી દઈએ કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે સરકાર રાજ્ય માટે વધારાની આવક મેળવવા માટે કેટલીક ‘ખાસ’ નંબર પ્લેટ ની હરાજી કરશે.
એડ એજન્સીના માલિકે મુખ્યમંત્રીની નંબર પ્લેટ ખરીદી હતી
જાહેરાત એજન્સી ચલાવતા બ્રજમોહને 0001 નંબર મેળવવા માટે સરકારી હરાજીમાં 15.44 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તેણે વધુમાં જણાવ્યું કે તેણે ભવિષ્યના વાહન માટે આ ખાસ નંબર પ્લેટ ખરીદી છે જે તે દિવાળીના તહેવારની આસપાસ 2022માં ખરીદવાની યોજના ધરાવે છે. જો કે, ત્યાં સુધી આ VIP લાયસન્સ પ્લેટ તેના હોન્ડા એક્ટિવા સ્કૂટર પર લગાવવામાં આવશે.
સીએમ મનોહર લાલ ખટ્ટરે 4 નંબર પ્લેટ હરાજી માટે મૂકી હતી.
ચંડીગઢ નોંધણી અને લાઇસન્સિંગ ઓથોરિટીએ હરાજીમાં કુલ 378 લાયસન્સ પ્લેટો વેચાણ માટે મૂકી હતી અને તેનાથી આશરે રૂ. 1.5 કરોડની વધારાની આવક થઈ છે. 179 સરકારી વાહનોમાં 0001 નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી 4 હરિયાણાના મુખ્યમંત્રીની માલિકીની છે. મુખ્યમંત્રીએ આ લાયસન્સ પ્લેટો છોડી દેવાનો નિર્ણય કર્યો છે, ત્યારપછી 0001 નંબર પ્લેટ માટે 5 લાખની બોલી શરૂ થઈ હતી.
18 કરોડની આવક વધારવાની કવાયત
વિવિધ અહેવાલો અનુસાર, આ VIP નંબર પ્લેટોની હરાજી કરીને કુલ 18 કરોડ રૂપિયાની આવક જનતા માટે મેળવી શકાય છે. ભાજપ સરકારનો ધ્યેય ખર્ચમાં ઘટાડો કરીને આવક વધારવાનો છે. આ માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. રાજ્યમાંથી લાલ ફીતને ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. CM ટૂંક સમયમાં ઘણી નવી જાહેરાતો કરી શકે છે.
