Breaking News/સુરત: વેન્ચુરા એરકનેક્ટ દ્વારા વધુ એક ફલાઇટ શરૂ કરાઈ, આંતરરાજ્ય વિમાન સેવાના પ્રોજેક્ટમાં વધુ એક વિમાનની ફાળવણી, પાટીલ અને હર્ષ સંઘવીની આગેવાનીમાં પ્લેનનું લોકાર્પણ કરાયું, અત્યાર સુધી 9 સીટરના 2 પ્લેન, હવે વધુ એક પ્લેનનો ઉમેરો, મુસાફરોનો ઘસારો જોતા એક પ્લેન વધારવામાં આવ્યું, વેન્ચુરા એરલાઇન્સના સવજી ધોળકિયા પણ હાજર રહયા, સુરતથી અમદાવાદ સુધીની 9 સીટર ફલાઇટ આજથી શરૂ
Breaking News/સુરત: વન નેશન વન ઇલેક્શન બાબતે સી.આર. પાટીલનું નિવેદન, પ્રધાનમંત્રીએ તમામ પાર્ટીઓ સાથે કરી હતી ચર્ચા: પાટીલ, હાલ દેશમાં અલગ-અલગ જગ્યા અને અલગ-અલગ સમયે ઈલેક્શન, અધિકારીઓ પણ અલગ અલગ જગ્યા પર રહે છે ફરજમાં, અધિકારીઓ ઘણા મહિનાઓ ચૂંટણી પ્રક્રિયામાં હોય છે, જેથી લોકોના કામો પાછળ તે સમય આપી શકતા નથી, આ ઉપરાંત ચૂંટણીઓ પાછળ ઘણો ખર્ચ પણ થતો હોય છે, અલગ-અલગ ચૂંટણીઓ થતા દેશને પણ નુકસાન: પાટીલ, અલગ અલગ જગ્યાએ આચાર સંહિતા લાગતા પણ નુકશાન, જે તે જગ્યા પર વિકસના ઘણા કામો ઉભા રહી જાય છે, જેથી કરીને કામમાં સ્પીડ ઓછી, અને કિંમત પણ વધે છે, વન નેશન વન ઇલેક્શન થાય તો નેતાઓને પણ સુવિધા મળે, કાર્યકર્તાઓ અને લોકોને પણ ફાયદો થાય: પાટીલ, આવું કરવાથી લોકોને એક જ વાર મત આપવો પડશે: પાટીલ, વડાપ્રધાને પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે, આ કમિટી વન નેશન વન ઇલેક્શન બાબતે રિપોર્ટ આપશે દેશની તમામ પાર્ટીના નેતાઓ દેશના હિતમાં એક થઈને નિર્ણય લેશે
Breaking News/વન નેશન વન ઇલેક્શન મુદ્દે ભાજપના પ્રવકતાનું નિવેદન, દેશ માટે હિતકારી પગલું ગણી શકાય: યમલ વ્યાસ, વિકાસના કામોને વેગ મળશે: યમલ વ્યાસ, અલગ-અલગ ચૂંટણીને લીધે વિકાસના કામોને પણ થતી અસર, દેશનો ખર્ચ અને સમય પણ બચશે: યમલ વ્યાસ
Breaking News/બળાત્કારના ગુન્હાના આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા, ડભોઇ એડિ. સેસન્સ જજ એચ.જી. વાઘેલાએ કર્યો સજાનો હુકમ, નરાધમે સગીરા પર બળાત્કાર ગુજારી કરી હતી ગર્ભવતી, સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા ફટકારી, નરાધમ જયેશ નગીનભાઈ સોલંકીને કોર્ટે 20 વર્ષની ફટકારી સજા, ભોગબનનાર સગીરાને 5 લાખ વળતર ચૂકવા કર્યો હુકમ, નરાધમ યુવક સગીરાના ગામમાં ઘર જમાઈ બની રહેતો હતો
Breaking News/સુરતનો નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી બરાબરનો ફસાયો, ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી હોવાની મારી હતી ડંફાશ, મિતુલએ UKની કેમ્બ્રિજ યુનિ.ની બોગસ ડિગ્રી બનાવી હતી, મિતુલે ISRO ના બે બોગસ એપોઇમેન્ટ લેટર બનાવ્યા હતા, મિતુલે ફેબુઆરી-2015નું કેમ્બ્રિજનું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું, ડોક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું નકલી સર્ટી. બનાવ્યું, વેદાંત ડિગ્રીનું પણ મિતુલે બોગસ સર્ટિફિકેટ બનાવ્યું, આ સર્ટિફિકેટ મિતુલ ત્રિવેદીએ મોબાઇલમાં બનાવ્યું હતું, પોલીસે મિતુલનો મોબાઇલ કબજે લઈ FSL માં મોકલ્યો, વૈજ્ઞાનિક બની નર્મદ યુનિવર્સિટીમાં મિતુલે કર્યો હતો સેમિનાર, વર્ષ 2021માં સાયન્સ ઈન વેદા-શાસ્ત્રનો કર્યો હતો સેમિનાર, મિતુલે જ્યાં જ્યાં સેમીનાર કર્યા, સ્કૂલ-કોલેજોને નોટિસ પાઠવાઈ
Breaking News/મહેસાણા: હવે મિલકત ટ્રાન્સફરમાં ભરવી પડશે ફી, આજથી મિલકત ટ્રાન્સફર ફી ની અમલવારી શરૂ, મિલકત વેચાણના નામ ટ્રાન્સફરમાં વસૂલાશે ફી, રહેણાંકમાં રજિસ્ટ્રેશન કિંમતના 0.1 ટકા વસૂલાશે ફી, કોમર્શિયલમાં 0.2 ટકા અથવા રૂ. 2000 મુજબ ફી લાગુ, વારસાઇ, વીલ માટે કોઇ ફી લેવામાં આવશે નહીં, મહેસાણા પાલિકામાં વર્ષે રૂ. 50 લાખ આવકનો અંદાજ, દર મહિને ટ્રાન્સફર માટે સરેરાશ 300 મિલકતદારોનો ઘસારો
Breaking News/મુંબઇમાં યોજાતી I.N.D.I.A.ની બેઠકનો આજે બીજો દિવસ, જોડાણના સંયોજક અને લોગોનો લેવાશે નિર્ણય, I.N.D.I.A.ના નેજા હેઠળ રાજકિય ગતિવિધિઓ તેજ
Breaking News/વડોદરા: કરજણના નવા બજાર વિસ્તારમાં આગની ઘટના, નવા બજાર સ્થિત ડંપિંગ યાર્ડમાં લાગી આગ, યાર્ડમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ, ઘટનાને પગલે કરજણ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ
Breaking News/મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી ફટકો, ગુજરાત ગેસે રૂ.2.65નો ભાવ વધારો કર્યો, રૂ.43.40ના ભાવે મળતો ગેસ રૂ.46.05એ પહોંચ્યો, ચાલુ માસમાં બીજી વખત કરાયો ભાવ વધારો
Breaking News/કચ્છમાં મોડી રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, મધ્ય રાત્રે 12:18 મિનિટે આવ્યો આંચકો, દુધઇ નજીક 3.2 તીવ્રતાનો નોંધાયો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઇથી 6 કીમી દૂર નોંધાયું