Gujarat/જામનગરઃ જિલ્લા પંચાયતનું ડિજિટલ બજેટ રજૂ, વર્ષ 2022-23નું બજેટ સામાન્ય સભામાં રજૂ, જિ.પં.ના ઇતિહાસમાં સૌપ્રથમવાર ડિજીટલ બજેટ રજૂ, કુલ રૂ. 175.73 લાખની પૂરાંત સાથેનું બજેટ રજૂ, ધરમશીભાઈ ચનીરાએ સામાન્ય સભામાં રજૂ કર્યું, જિલ્લા પંચાયતના પ્રમુખ છે ધરમશીભાઇ ચનીરા, બજેટ બેઠક બાદ સતા પક્ષમાં જ વિખવાદના ભણકારા, જી.પં.ના પદાધિકારીના જ વિસ્તારના કામોનો સમાવેશ નહીં
Gujarat/મોરબીનું ઐતિહાસિક મણીમંદિર ફરી બંધ, થોડા દિવસ પહેલા મંદિર લોકો માટે મુકાયું હતું ખુલ્લુ, રવિવારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, મંદિરની વ્યવસ્થા ન હોવાથી મંદિર ફરી કરાયું બંધ, અન્ય સારી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બંધ કરાયું
Gujarat/સુરતઃ મહાનગર પાલિકા આવી વિવાદમાં, પે એન્ડ યુઝ શૌચાલય પર દોર્યું ગણપતિનું ચિત્ર, શૌચાલય પર ગણપતિનું ચિત્ર દોરતા વિવાદ, કાપોદ્રા ચાર રસ્તા પર શૌચાલય પર દોર્યું ચિત્ર, હિન્દુ સંગઠન દ્વારા સમગ્ર મામલે વિરોધ
Gujarat/ગાંધીનગરઃ CMની અધ્યક્ષતામાં બેઠક, વિધાનસભા શરૂ થાય તે પહેલા મળી બેઠક, જીતુ વાઘાણી, રાજેન્દ્ર ત્રિવેદી બેઠકમાં હાજર, હર્ષ સંઘવી, દંડક પંકજ ત્રિવેદી પણ હાજર
Gujarat/વલસાડઃ નપાની મળી સામાન્ય સભા, વલસાડ નગરપાલિકા માં વિપક્ષ નો હોબાળો, વિપક્ષે બજેટને ભ્રષ્ટાચારના બેગ સાથે વિરોધ, મહિલા સભ્યાના પતિ દ્વારા કામ કરાવતા હોવાનો આક્ષેપ, વલસાડ નપાના પતિદેવ દ્વારા કામો કરવાનો આક્ષેપ, વિપક્ષના ઉગ્ર વિરોધ પ્રદર્શન
Gujarat/રાજ્યની શાળાઓમાં 19128 ઓરડાની ઘટ, રાજ્ય સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ, વર્ષ 2020-21માં માત્ર 972 ઓરડા બનાવ્યા, રાજ્યની 23 સરકારી શાળામાં વીજળી નથી, રાજ્યની 7408 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં, 521 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે
Gujarat/આણંદઃ સોજીત્રામાં પતિએ પત્નીની કરી હત્યા, 20 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીની કરી હત્યા, પતિએ ચપ્પાના ઘા ઝીંકી કરી હત્યા, સ્થાનિકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા, સોજીત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Gujarat/કોંગ્રેસના MLA પૂજા વંશના સસ્પેન્શનનો મુદ્દો, સસ્પેન્શન પરત ખેંચવા મુદ્દે CM સાથે બેઠક, સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાન શક્ય, પૂજા વંશના સસ્પેન્શનનો પ્રસ્તાવ પરત ખેંચાશે
Gujarat/જૂનાગઢના વિસાવદરમાંથી ખનિજચોરી ઝડપાઇ, હરિપુર ગામની સીમમાંથી ઝડપી ખનિજચોરી, સરકારી જમીનમાંથી માટીની કરતા હતા ચોરી, રૂ. 9 લાખનો મુદ્દામાલ કર્યો પોલીસે જપ્ત, વિસાવદર પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 71 કેસ, રાજ્યમાં કોરોનાથી એકનું મોત, અમદાવાદમાં 29 ,વડોદરામાં 11 કેસ, રાજકોટમાં 2 , સુરતમાં 1 નવા કેસ, ગાંધીનગરમાં 1 કેસ, તાપીમાં 4 કેસ નોંધાયા