International/ટ્રમ્પથી બિલકૂલ વિપરિત રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું છે કે અમેરિકાના હિતની વાત હશે તો અમે ચીન સાથે પણ કામ કરવા તૈયાર છીએ |ફ્રાન્સમાં પરિસ્થિતિ હજુપણ સંપૂર્ણ કાબુમાં નથી, જો કે ફ્રેન્ચ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં સરકારનો નવું લોકડાઉન નાખવાની કોઈ યોજના નથી | ફાઈઝર અને એસ્ટ્રાઝેનેકાની રસીને મિક્સ કરીને બ્રિટિશ રિસર્ચર એક નવી શોધ કરી રહ્યાં છે, તેમણે બંનેના મિક્સઅપથી નવા 4 હજાર જેટલાં વેરિએન્ટ પર કેવુંક પરિણામ આવે છે તે જાણવું છે । વુહાનની લેબમાંથી જ વાયરસ નીકળ્યો હતો કે કેમ તે શોધી રહેલી WHOની ટીમના સદસ્યો હવે ચામાચીડિયાની ગુફામાં જઈને શોધ કરવાની યોજના બનાવી રહ્યાં છે | ઈટાલીમાં છેલ્લાં 24 કલાકમાં 421 નાગરિકોના મોત, આ સાથે જ ઈટાલીમાં કુલ મૃત્યુઆંક હવે 90 હજારને પાર, આ આંકડાને પાર કરનારો ઈટાલી વિશ્વનો છઠ્ઠો દેશ | યુકેમાં છેલ્લાં 24 કલાકમાં 915 નાગરિકોના મોત, આ સાથે જ યુકેમાં હવે કુલ મૃત્યુઆંક 1.10 લાખને પાર | 39 લાખથી વધુ કુલ કેસ જ્યાં નોંધાયા છે તે રશિયામાં છેલ્લાં 24 કલાકમાં વધુ 500 નાગરિકોના મોત થતા કુલ મૃત્યુઆંક હવે 75 હજારને પાર | મ્યાનમારની સત્તાવાહક આંગ સ્યુ કીની ધરપકડ કરી લેવાયા બાદ હવે યુએનના સિક્યોરિટી કાઉન્સિલે મ્યાનમારના સૈન્યને તેમને મુક્ત કરી દેવા કહ્યું, મ્યાનમારમાં હાલમાં સૈન્ય શાસન છે
National/દેશમાં વેક્સિનેશનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, જ્યાં તમામ ફ્રન્ટલાઈન કોવિડ વોરિયરને વેક્સિન આપવામાં આવી રહી છે, ગુરુવારે સાંજ સુધીમાં દેશમાં 44.50 લાખ લોકોને વેક્સિન અપાઈ । પોતાના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતા માટે વિવાદિત ટિપ્પણી કરવાના આરોપસર જેલમાં રહેલાં કોમેડિયન મુન્નવર ફારૂકી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે | ઉત્તરપ્રદેશ વિધાન પરિષદમાં ચૂંટાયેલાં ભાજપના 10 અને સમાજવાદી પાર્ટીના 2 સભ્યોનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે, જ્યાં આ તમામ 12 સદસ્યો શપથ લેશે | ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલની બે ટીમ નક્કી કરનારી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે આજથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે | ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિશ્વને ચેતવ્યું છે કે વધતા ભાવ વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરી શકે । ભારતમાં 2020માં ચાનું ઉત્પાદન ખુબ જ ઘટ્યું, જેના કારણે ચાની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો, ચાના ભાવ હજુપણ વધી શકે
World/વિશ્વમાં કોરોનાનો કેર યથાવત, USમાં 24 કલાકમાં નવા 1.21 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3523 લોકોનાં મૃત્યુ, USમાં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર, UKમાં કોરોનાનાં નવા 20 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.53 કરોડ પર
India/રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે ક્રેડિટ પોલિસીનું એલાન, વ્યાજદરોમાં ઘટાડાની શકયતા નહીવત્, નાણાંકીય ખાધ ઘટાડવા RBIની નજર, બજેટ બાદ સૌની નજર ક્રેડિટ પોલિસી પર, ગવર્નર શક્તિકાન્ત દાસે યોજી હતી બેઠક
Not Set/ક્રેડિટ પોલીસીનું એલાન કરશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા નહીં, બજેટ બાદ ક્રેડિટ પોલીસી પર સૌની નજર
India/દેશમાં એક્ટિવ કેસ પહોંચ્યા તળિયે, એક્ટિવ કેસ હવે દોઢ લાખની નીચે, આઠ માસની નીચલી સપાટીએ કેસ, જૂન-2020માં હતાં છેલ્લે દોઢ લાખ કેસ એક્ટિવ કેસ, હાલમાં 1.48 લાખના સ્તરે, 24 કલાકમાં નવા કેસ 12 હજાર મળ્યાં, 24 કલાકમાં રિકવરી 16 હજાર નજીક
Ahmedabad/અમદાવાદમાં ગોતા વોર્ડમાં ભાજપ ઉમેદવાર સામે રોષ, ભાજપના ઉમેદવારો સામે સ્થાનિકોનોએ રાત્રે કર્યો વિરોધ, ગોતા વોર્ડમાં ભાજપના પસંદ કરાયેલા ઉમેદવારો સામે સ્થાનિકોમાં રોષ, કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં તેમની પસંદગી, અજય દેસાઈ મહામંત્રીના દીકરાની પસંદગીથી લોકો નારાજ
Delhi/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 72મો દિવસ, આવતીકાલે 3 કલાક ખેડૂતોનું ચક્કાજામનું એલાન, કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે ખેડૂતો અડગ, સિંધુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર આંદોલન, દિલ્હી બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારો આજે ભરશે ફૉર્મ, આજે 12:39ના વિજય મુહૂર્ત પર ભરશે ફોર્મ, અમદાવાદ મનપાના ઉમેદવારો પણ ભરશે ફોર્મ, શહેર ભાજપ કાર્યાલય પર ઉમેદવારો થશે એકત્રિત, કાર્યાલયથી વિવિધ કચેરીએ જશે ફોર્મ ભરવા,ગઈકાલે તમામ 6 મનપાના ઉમેદવારો ભાજપે કર્યા જાહેર
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/વડોદરા ઉમેદવારો જાહેર થતાં જ ભાજપમાં ભડકો, કુલ 7 વોર્ડમાં ભાજપનાં કાર્યકરોમાં નારાજગી, વોર્ડ 1,2,3,7,16,17 અને 18માં ટિકિટ મુદ્દે વિવાદ, વોર્ડ.18માં 90 કાર્યકરોનાં પાર્ટીમાંથી રાજીનામાં, પાર્ટીએ આયાતી મહિલાઓને ટિકિટ આપી હોવાનો આક્ષેપ, નારાજ કાર્યકરોનો ભાજપ કાર્યાલયમાં હોબાળો