ગુજરાત રાજયમાં છેલ્લા 4 વર્ષથી જે ભરતી બાકી છે તેવીતલાટી કમ મંત્રીની ભરતી ને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે કે જેમાં ઉમેદવારો હવે તારીખ 15 ફેબ્રુઆરીને બદલે તારીખ 17મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. આમ, તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ફી ભરવાની મુદત તારીખ 21મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. બ્રિજેશ મેરજાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે ઉમેદવારોને ફોર્મ ભરવામાં નડી રહેલી સમસ્યાને દૂર કરવા માટે તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:છેતરપિંડી કેસ / સોનમ કપૂરના પતિએ કરી છેતરપિંડી, ઇન્ટરનેશનલ શિપિંગ કંપનીએ લગાવ્યો આ આરોપ
મહત્વનુ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટની 3437 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે ઓનલાઇન એપ્લિકેશન શરૂ છે ત્યારે અત્યારસુધીમાં 8.5 લાખથી વધુ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. આ ભરતીમાં આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે આ આંકડો 10 લાખને પાર કરી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે:.
આ પણ વાંચો:Valentine Day 2022 / વેલેન્ટાઈન ડે પર નેહા કક્કરને પતિએ આપી સરપ્રાઈઝ ગિફ્ટ, આ નજારો જોઈ ભાવુક થઈ સિંગર
આ ભરતી માટે ખાલી કુલ 3437 જગ્યાઓ દરેક જિલ્લા મુજબ છે. જેમાં અમદાવાદમાં 105, અમરેલીમાં 205, આણંદમાં 125, અરવલ્લીમાં 41, બનાસકાંઠામાં 120, ભરૂચમાં 164, ભાવનગરમાં 208, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 85, દાહોદમાં 68, દેવભૂમિ દ્વારકામાં 75, ડાંગમાં 18, ગાંધીનગરમાં 23, ગીરસોમનાથ 93, જામનગરમાં 161, જૂનાગઢ 191, કચ્છણાં 159, ખેડામાં 126, મહીસાગરમા 48, મહેસાણામાં 152 જગ્યા નોધયેલી છે .
