Not Set/ BSF જવાન તેજ બહાદુરની ભોજનની ફરીયાદ ખોટી, ગૃહમંત્રાલયે PMO ને કહ્યું

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી કાર્યાલયને કહ્યું છે કે, બીએસએફ જવાનના ખરાબ ભોજનની ફરિયાદને ખોટી છે. બીએસએફ કોન્સ્ટેબલ તેજ બહાદુર યાદવે આ પહેલા વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે, જવાનોને સારું ભોજન નથી આપવમાં આવતું. આ વીડિયોને 30 લાખ વાર જોવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે ગૃહ […]

Uncategorized

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી કાર્યાલયને કહ્યું છે કે, બીએસએફ જવાનના ખરાબ ભોજનની ફરિયાદને ખોટી છે. બીએસએફ કોન્સ્ટેબલ તેજ બહાદુર યાદવે આ પહેલા વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે, જવાનોને સારું ભોજન નથી આપવમાં આવતું. આ વીડિયોને 30 લાખ વાર જોવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે ગૃહ મંત્રાલય પાસે રિપોર્ટ માગ્યો હતો. અને ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી કાર્યાલયને આ અંગે માહિતી આપી છે.

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવેલા બીએસએફ જવાન તેજ બહાદૂરે દાવો કર્યો હતો કે, તે સીમા પર મુશ્કેલી વચ્ચે ડ્યૂટી કરી રહ્યો છે. તે બીએસએફની 29 મીં બટાલિયનનો સભ્ય છે. તેનો આરોપ હતો કે, અહિં જવાનોને સારુ ભોજન  નથી આપવામાં આવતું. અને તેમને ભખ્યા સુઇ જવુ પડે છે. વીડિયોના વાઇરલ થયા બાદ ગૃહમંત્રાલયે રાજનાથ શિંહ પાસે રિપોર્ટ માંગ્યો હતો.

ત્યાર બાદ બીએસએપ મહાનર્દેશક કેકે શર્માએ કૉન્સ્ટેબલ તેજ બહાદુર યાદવ મામલમાં પોતાની રિપોર્ટમાં ગૃહ સચિવને સોપી છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, વીડિયોમાં દેખાડવામાં આવેલી દાલ બોક્સમાં પેક ડાળ હતી. દાળ અ રોટલી સાથે માછલી પણ હતી. પરાઠા યૂનિટ મેસમાં જ બન્યો હતો.

ત્યાર બાદ બીજા અન્ય મામલા સામે વ્યા બાદ પીએમઓએ આ મામલે ગૃહ મંત્રાલય પાસે રિપોર્ટ માગ્યો હતો.  ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, તેજ બહાદુર યાદવની ખરાબ ભોજનની ફરિયાદ સાચી નથી.