બજેટ સત્રના થોડા દિવસ પહેલા જ કોંગ્રેસે મંગળવારે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારની ભૂલો અને આર્થિક ગેરવહીવટને કારણે દેશમાં માથાદીઠ દેવું છેલ્લા સાડા પાંચ વર્ષમાં રૂ 27,200 વધ્યું છે. પક્ષના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં સમજાવવું જોઈએ કે, દેશની જનતા માથેથી દેવાનો બોજ કેવી રીતે ઓછી થશે.
ગૌરવ વલ્લભે કહ્યું કે 2014 માં માથાદીઠ દેવું રૂ. 41,200 હતું, જે છેલ્લા સાડા પાંચ વર્ષમાં વધીને 68,400 રૂપિયા થયું છે. ધ્યાન આપવાની વાત એ છે કે એક ટકા ભારતીયો પાસે 70 ટકા ગરીબો કરતા ચાર ગણી સંપત્તિ છે.
#BUDGET2020-21. @nsitharaman Madam, Please don’t overburden the people any more. In last 5.5 years, per capita debt is increased by Rs 27,200. पिछले 5.5 वर्षों में प्रत्येक भारतीय पर ₹ 27,200 का क़र्ज़ बढ़ गया। नोटबंदी और ग़लत तरीक़े से GST लागू करने का बोझ हम कब तक उठायेंगे। pic.twitter.com/dccj0upk3N
— Prof. Gourav Vallabh (@GouravVallabh) January 28, 2020
કોંગ્રેસ નેતાએ કહ્યું કે સપ્ટેમ્બર 2019 માં દેશ પર કુલ દેણું, જે માર્ચ 2014 માં 53 લાખ કરોડ રૂપિયા હતું, તે 91 લાખ કરોડ રૂપિયા થઇ ગયુ છે. આનો અર્થ એ કે સાડા પાંચ વર્ષમાં કુલ દેણામાં 71 ટકાનો વધારો થયો છે. જો આપણે દર વર્ષે તેનું માપન કરીએ, તો આ વધારો 10.3 ટકા છે.
તેમણે દાવો કર્યો હતો કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 18 લાખ કરોડનું આવક લક્ષ્ય રાખ્યું છે, પરંતુ સરકાર આ લક્ષ્ય કરતા 6 લાખ કરોડ રૂપિયા પાછળ હોવાનો અંદાજ છે. વલ્લભે સવાલ ઉઠાવ્યો કે આવી સ્થિતિમાં તે કેવી રીતે મોટા રોકાણની વાત કરી શકશે. તેમણે કહ્યું કે વધતા દેવાને લીધે દેશનું રેટિંગ ઓછું થાય છે. જો આ સ્થિતિ પ્રવર્તશે તો ભારત રોકાણની દ્રષ્ટિએ આકર્ષક રહી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
