બિહારના સહરસાથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના એક નજીકના સગાને ત્યાં ગોળી મારવામાં આવી છે. ધોળા દીવસે બનેલી આ ઘટનામાં સુશાંતનો સંબંધી અને ખરાબ રીતે ઘવાયેલા અન્ય એકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના આજે બપોરની છે. સહરસાના યામાહા શોરૂમના માલિક રાજકુમાર સિંહ પર બાઇક સવાર બદમાશોએ ગોળીબાર કર્યો હતો. રાજકુમાર સિંહ બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો સંબંધી છે. ગોળીબારની ઘટનામાં શોરૂમના માલિક સહિત એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે.
ઘટનાની બાતમી મળતાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગંગજલા ચોકમાં આવેલા ખાનગી ક્લિનિકમાં દાખલ કરાયા હતા. શોરૂમના માલિક રાજકુમાર સિંહને પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત બેજનાથપુરનો રહેવાસી અમીર હસનને કમરમાં ગોળી વાગી છે અને તેની હાલત નાજુક હોવાનું મનાય છે.
રાજકુમાર સિંહનું સહરસા અને મધેપુરામાં શો રુમ છે. શનિવારે સવારી આશરે દસ કલાકે તે તેનાં કર્મચારી સાથે મેકેનિક હસનની સાથે બાઈક પર મધેપુરા સ્થિત શો રુમ ખોલવા જઈ રહ્યો હતો. તે દરમિયાન બૈજનાથપુરથી આગળ થોડા કિલોમીટર પર સબૈલા અને તિરીની પાસે બાઈક પર સવાર ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને ઓવરટે કર્યાં. ઓવરટેક કર્યાં બાદ બાઈક સવારોએ સામે આવી તેમનાં પર ઘણાં રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાંથી એક ગોળી રાજકુમાર સિંહ અને બીજી ગોળી અમિર હસનને વાગી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળને લઈને ક્યારેક સહરસા જિલ્લા અને ક્યારેક મધેપુરા જિલ્લામાં ગોથે ચડી હતી. બાદમાં બૈજનાથપુર પોલીસ કેમ્પ ઈન્ચાર્જ સંજીવકુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ એસડીપીઓ સંતોષકુમાર ક્લિનિક પર પહોંચ્યા હતા. ગોળીબારીની ઘટના બાદ હડકંપ મચ્યો હતો અને પીડિત શો રુમનાં માલિકનાં ભાઈ અનુજકુમાર સિંહે પોલીસને આ મામલે વધુ તપાસ કરવાની મ માંગ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
