ધાનેરા બસ સ્ટેન્ડમાં વિધાર્થીઓએ બસ શરૂ કરવા વિચિત્ર પ્રકારે વિરોધ નોંધાવ્યો. ધાણા અને આજુબાજુના ગામના વિધાર્થીઓએ બસ શરૂ કરવા આવેદનપત્ર અને અર્ધનગ્ન અવસ્થામાં બસ રોકી હતી. કોરોના કાળથી બસની સુવિધા બંધ થયા બાદ બે વર્ષ બાદ પણ બસ સેવા ફરી શરુ ન થતા ઉગ્ર રજુઆત કરી હતી.
એસ ટી અમારી સલામત સવારી હાથ કરોને બસ રોકો ના સૂત્રો સાંભળવામાં આવે છે પણ જ્યાં બસ જ ન આવતી હોય ત્યાં શું કરવું જો વાત કરવામાં આવે લાખણી ના ધાણા ગામ અને આજુવાજુના ગામની તો અહીંયા બે વર્ષ થી બસની સુવિધા નથી પરિણામે સ્થાનિકો અને વિધાર્થી ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને એ જ બસ શરૂ કરવા વિધાર્થીઓ બસ શરૂ કરવા ઉગ્ર રજુઆત અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
લાખણના ધાણા અને આજુબાજુ ના ઘણા ગામો ના વિધાર્થીઓ અભ્યાસ અર્થે ધાનેરા આવે છે પણ કોરોના કાળ દરમિયાન બસ બંધ થઈ જતા હજુ સુધી ચાલુ ન થતા આજે વિધાર્થીઓ આવેદનપત્ર આપી સુત્રોચ્ચાર સાથે બસ આગળ અર્ધનગન અવસ્થા માં બેસી ને વિરોધ નોંધાવ્યો હતો અને બસ પાંચ દિવસ માં ચાલુ કરવાની લેખિત અને મૌખિક માંગ કરતા જણાવ્યું કે બસ શરૂ કરવામાં નહિ આવે તો આગામી સમય માં ધાનેરા એસ ટી ડેપો માં ઘેરાવો કરવામાં આવશે
વિધાર્થીઓના આવેદનપત્ર સ્વીકારી ને ડેપો ટ્રાફીક કંટ્રોકર એ આગળ ડેપો મેનેજર નું ધ્યાન દોરી સત્વરે ઘટતું કરવાની વાત કરી હતી સતત બે વર્ષ થી બસ બંધ છે જેની અગાઉ પણ રજુઆત થઈ હતી છતાં બસ શરૂ ન થતા વિધાર્થીઓ આવેદનપત્ર પત્ર સાથે ઉગ્ર રજુઆત કરી હતી. ધાનેરા તાલુકા ના અનેક ગામડા આજે પણ બસ સુવિધા થી વંચિત છે રાજસ્થાન સરહદે આવેલો તાલુકો હોવાથી બસ સુવિધા અગત્ય ની બની જાય છે પણ જે સુવિધા સ્થાનિકો ને મળવી જોઈએ એ એસ ટી તંત્ર આપવાના ઉણું ઉતર્યું હોય એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો :વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો બગાડ, રહીશોમાં રોષની લાગણી
આ પણ વાંચો :સલાબતપુરા પોલીસે મોબાઈલ સ્નેચર અને રીસીવરની ધરપકડ, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો :ભેસ્તાનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 400 કટ્ટા જેટલું અનાજ કરાયુ કબ્જે
આ પણ વાંચો :જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ
