Not Set/ માઈક્રોસોફ્ટ દ્વારા IIT ના વિદ્યાર્થીઓને વિદેશમાં 1.50 કરોડના પગારની ઓફર

નવી દિલ્હી: અમેરિકી દિગ્ગજ માઈક્રોસોફટ આ પ્લેસમેન્ટ સિઝનમાં સતત ત્રીજા વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી- IIT)માં સૌથી વધુ પગાર આપનારી કંપની બનવા જઈ રહી છે. ટોપ-7 આઈઆઈટીના પ્લેસમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે કંપની વિદેશમાં પોસ્ટિંગ માટે રૂ. 1.50 કરોડનું સૌથી વધુ પગાર પેકેજ ઓફર કરી રહી છે. અમેરિકી કેબ કંપની ઉબેર આ મામલે બીજા નંબરે […]

Top Stories Business
IIT students getting offer of salary of Rs 1.50 crore for jobs in abroad by Microsoft

નવી દિલ્હી: અમેરિકી દિગ્ગજ માઈક્રોસોફટ આ પ્લેસમેન્ટ સિઝનમાં સતત ત્રીજા વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી- IIT)માં સૌથી વધુ પગાર આપનારી કંપની બનવા જઈ રહી છે.

ટોપ-7 આઈઆઈટીના પ્લેસમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે કંપની વિદેશમાં પોસ્ટિંગ માટે રૂ. 1.50 કરોડનું સૌથી વધુ પગાર પેકેજ ઓફર કરી રહી છે. અમેરિકી કેબ કંપની ઉબેર આ મામલે બીજા નંબરે છે. તે ઈન્ડિયાના યુવા એન્જિનિયરોને ઈન્ટરનેશનલ રોલ માટે 1 કરોડ રૂપિયાથી વધુનું પેકજ આપી રહી છે.

IIT students getting offer of salary of Rs 1.50 crore for jobs in abroad by Microsoft
mantavyanews.com

આઈઆઈટી પ્લેસમેન્ટ સેલના સભ્યોએ જણાવ્યું કે માઈક્રોસોફટ 2,14,600 ડોલર સુધીની ઓફર આપી રહી છે. તેમણે જણાવ્યું કે આ પેકેજમાં મૂળ પગાર, પરફોર્મન્સ બોનસ, જોઈનિંગ બોનસ અને ઈ-શોપ્સ સામેલ છે.

અત્યાર સુધી માઈક્રોસોફટ અને ઉબેર દ્વારા જ એક કરોડ રૂપિયાથી વધુના પગારનું પેકેજ ઓફર કરવામાં આવ્યું  છે. બન્ને કંપનીઓએ અમેરિકામાં પોસ્ટિંગ માટે આટલા પગારનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

આ વખતે મોટાભાગના આઈઆઈટી- IIT માં પ્લેસમેન્ટની સીઝન તા. 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. જો કે નવા આઈઆઈટીમાં પ્લેસમેન્ટની કાર્યવાહી થોડા સમય પહેલાંથી જ ચાલુ થઈ ગઈ છે.

IIT students getting offer of salary of Rs 1.50 crore for jobs in abroad by Microsoft
mantavyanews.com

માઈક્રોસોફટ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સેઝના હેડ ઈરા ગુપ્તાએ જણાવ્યું હતું કે, માઈક્રોસોફટ ભારતમાંથી કુશળ એન્જિનિયર્સને નોકરી આપવા માટે વધુ ઈચ્છુક છે. આ વર્ષે અમે પહેલાંથી જ ટોપ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને 400થી વધુ નોકરીની ઓફર આપી ચૂક્યા છે. અમે શ્રેષ્ઠ આવડતની શોધમાં ટોપ-8 આઈઆઈટીમાં જઈ રહ્યા છીએ. જ્યાં પ્લેસમેન્ટ સિઝન તા. 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.

ઈરા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી કંપની હંમેશા એવા લોકોની તલાશ કરે છે કે, જેમાં કંઈક અલગ કરવાની ખેવના હોય. જે પોતાના આઈડિયાથી દુનિયામાં ફેરફાર લાવી શકવા માટે ભારે સક્ષમ હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે માઈક્રોસોફટે એક વિદ્યાર્થીને સૌથી વધુ 1.34 કરોડ રૂપિયાની નોકરીની ઓફર કરી હતી. અત્યાર સુધી સૌથી મોટું પેકેજ 2015-16માં ઓરકલ દ્વારા રૂપિયા 2.27 કરોડનું આપવામાં આવ્યું હતું.