પાંચ રાજય..,પચાસ ટીમ..અને ૧પ૪ કલાક સુધી યુપી પોલીસ વિકાસ દૂબેને પકડવામાં નિષ્ફળ રહી.,અને તે મધ્યપ્રદેશમાં પકડાયો.., અને પડાયાની ગણતરીની કલાકોમાં જ દૂબે હતો થઇ ગયો. એન્કાઉન્ટમાં વિકાસનો વિકાસ ડૂબી ગયો છે. જોકે વિકાસ દુબે તો તાજેતરનો એક ગુંડો છે.,પણ ઉત્તરપ્રદેશમાં વર્ષોથી આવુ ગુંડારાજ ચાલે છે..,આ પહેલાં પણ વિકાસ દુબે કરતાં પણ ચઢીયાતા તત્વોનો લોકોમાં એવો ખૌફ હતો કે..,તેમના નામથી પણ લોકો થર..થર કાંપતા હતા..,કોણ હતા એ આવો જોઇએ..,
જયારે..જયારે સત્તાની સામે બગાવતનો અવાજ મોટો થયો.., તો આ વિસ્તારના બાગીઓએ.,સીધો ચંબલનો રસ્તો પક્ડયો.., સવાઇ ચંબલની ઘાટી..,પાછલા કેટલાય વર્ષોથી..,સમાજ અને કાયદા માટે.,માથાનો દુખાવો બની રહી.., ચંબલની ઘાટીમાં રાજકરનારાઓની કહાની આજની નથી..,આ કહાની..,સદીઓ જૂની છે..,ઘણો ભાગ્યશાળી માનવામાં આવતો હતો એ વ્યક્તિ જે..,પીઇને પાછો આવ્યો હતો ચંબલનું પાણી..,ઘાટા જંગલ..,ઉબડખાબડ ઘાટીઓ..,અને કાંટાની ઝાડીઓની વચ્ચે.,જેણે પોતાનું સામ્રાજય બનાવ્યું..,તે કહેવાયો આ બિહડનો બાગી..,
આ બાગીઓમાંથી તે વખતે પહેલા નંબર પર હતી., ફૂલન દેવી

ફુલનદેવીની ધરપકડ કરવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની પોલીસે તનતોડ મહેનત કરી પરંતુ તે કોઇના હાથે લાગી ન હતી.., 1963માં ઉત્તરપ્રદેશના જાલોન જિલ્લાના પુરવા ગામમાં જન્મી હતી ફુલન દેવી.., ગરીબ અને પછાત જાતિમાં જન્મેલી ફુલનના લગ્ન..,11 વર્ષની ઉંમરે 40 વર્ષની વ્યક્તિ સાથે કરવામા આવ્યા હતા..,તેનો પતિ તેના પર અત્યાચાર ગુજારતો હતો.
ત્યારબાદ ફુલન એક ડાકુઓની ગેંગ સાથે જોડાઇ ગઇ..,તે ગેંગનો સરદાર હતો બાબુ ગુજ્જર અને બીજા નંબરે હતો વિક્રમ મલ્લાહ..,એવું કહેવાય છે કે એક દિવસ ગુજ્જર ફુલનદેવી સાથે બળજબરી કરવાનો પ્રયત્ન થયો..,ત્યારે વિક્રમ ત્યાં આવી પહોંચ્યો…,બન્ને વચ્ચે ઝઘડો થયો અને વિક્રમે ગુજ્જરને ગોળી મારી દીધી..,ગુજ્જરની હત્યાથી ઠાકુરોની એક ગેંગમાં નારાજગી હતી..,ફુલન ઠાકુરોના કબ્જામાંથી મુક્ત થઇને એક ગેંગમાં સામેલ થઇ ગઇ હતી..,ફુલનના મનમાં બદલો લેવાની જ્વાળા ભડકી રહી હતી..,
1981માં ફૂલનદેવી બેહમઇ ગામ પરત આવી..,અને 22 ઠાકુરોને લાઇનમાં ઉભા રાખી ગોળી મારી દીધી..,તેમાંથી 21ના મોત થઇ ગયા હતા.,પોલીસ ફુલનની પાછળ પડી ગઇ અને તેના માથા સાટે ઇનામ રાખવામા આવ્યું હતું..,ઘણી જગ્યાએ રેડ પાડવામાં આવી, એન્કાઉન્ટર થયા પણ ફુલન હાથ લાગી નહીં. અન આખરે ફુલનદેવીએ 1983માં મુખ્યમંત્રી અર્જુનસિંહ સામે સરન્ડર કર્યું હતું. તેના પર 22 હત્યા,30 લૂંટ અને 18 અપહરણના આરોપ લાગ્યા હતા…,ફુલનને 11 વર્ષ જેલમાં રહેવું પડ્યું..,ત્યારબાદ 1994માં સપાની ટિકિટ પર મિર્જાપુરથી જીતીને તે લોકસભા પહોંચી હતી.,
શિવકુમાર પટેલ ઉર્ફ દદુઆ

1970ના દાયકામાં શિવકુમાર પટેલ ઉર્ફ દદુઆનું નામ ચંબલના જંગલોમાં ખૌફનું પર્યાય હતું..,તેને બુંદેલખંડનો વીરપ્પન પણ કહેવામા આવતો હતો..,તેણે 200થી વધુ હત્યાઓ કરી હતી..,પણ પોલીસ પૂરાવાના અભાવે તેની વિરુદ્ધ એકપણ કેસ દાખલ કરી શકી ન હતી..,
તેનો ખોફ એટલો હતો કે કોઇ પ્રધાન, ધારાસભ્ય કે સાંસદને..,ચૂંટણી લડવી હોય તો એક મોટી રકમ ભેટ તરીકે તેને આપવી પડતી હતી..,UP અને મધ્યપ્રેદશમાં તેની વિરુદ્ધ 400થી વધુ કેસ દાખલ હતા..,UP પોલીસે તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું..,
એવું કહેવાય છે કે દદુઆએ તેના પિતાની હત્યાનો..,બદલો લેવા માટે હથિયાર ઉઠાવ્યા હતા..,ત્યારબાદ 1982માં ડાકુઓની એક ગેંગ બનાવી અને 1986માં..,એક સહયોગીની હત્યા બાદ 9 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી..,ત્યારબાદ 1992માં મડઇયન ગામમાં ત્રણ લોકોને મારીને આખું ગામ સળગાવી નાખ્યું હતું..,દદુઆના ભયથી UP અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાના લોકો ખૌફમાં રહેતા હતાં..,જોકે ઘણા ગામોમાં દદુઆ ગરીબોનો મસીહા હતો..,બુંદેલખંડમાં દદુઆની પ્રતિમા લગાવવામાં આવી છે..,દદુઆ ની શોધખોળમાં 100 કરોડથી વધુ રૂપિયા ખર્ચ થયા હતા.,
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
