આજકાલ જો નેટ બંઘ હોય અને ખાસ કરીને જો લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજરી પૂરાવવા ન મળે તો, જાણે જેલની સજા થઇ ગઇ હોય તેવુ પ્રતિત થાય છે. દેશ અને દુનિયામાં હવે સબંઘો અને સક્શિયતો FBનાં ફ્રેન્ડ લિસ્ટ પ્રમાણે આંંકવામાં આવે છે, આવો તો ક્રેઝ છે ફેસબુકનો. અને ફેસબુક માટે આ સમય સોનાનાં યુગ સમાન જોવામાં આવી રહ્યો ચે, પરંતુ આવા સમયે જ હવે દેશમાં ફેસબુકના વળતાં પાણી ચાલુ થયા હોય તેવુ લાગી રહ્યું છે.
જી હા, ભારતમાં સેના બાદ પેરામિલિટ્રી ફોર્સમાં પણ ફેસબુક વાપરવા પર પ્રતિબંધિત લાધી દેવામાં આવ્યો છે. સરકારે પેરામિલિટ્રી ફૉર્સ માટે આદેશ જાહેર કર્યો કે, વર્તમાન અને એક્સ સર્વિસમેન ફેસબુક યુઝ ન કરે. આ નિયમો પેરામિલિટ્રી ફોર્સ એટલે કે, CRPF, ITBP, BSF, CISF તમામ માટે સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ફેસબુક-ઈન્સ્ટાનાનાં સ્વદેશી વિકલ્પ પર ભાર મુકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે દેશમા આત્મનિર્ભરતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે, અને તેમા પણ પૂર્વે અનેક વખતે ફેસબુક જેવા સોશિયલ મીડિયાનાં માધ્યમોથી સેના અને પેરામિલિટ્રી ફોર્સમાં હનીટ્રેપનાં કિસ્સા પણ નોંધવામાં આવ્યા હોય અને અનેક જવાનો હનીટ્રેપ સહિતની ટ્રેપમાં ફસાયા હોય સરકાર દ્વારા આ નિર્ણય જાહેર કરવામા આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
