Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા લગભગ 35 હજાર કેસ, કુલ આંક 10 લાખને પાર

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં […]

India

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 34,956 હજાર કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. 17 જુલાઇ એટલે કે શુક્રવારે દેશમાં લગભગ 35 હજાર કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 687 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં 10,03,832 કેસ નોંધાયા છે. વળી મૃત્યુઆંકની કુલ સંખ્યા 25,602 પર પહોંચી ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં આ રોગથી ઠીક થતા દર્દીઓની સંખ્યા 6,35,757 થઇ ચુકી છે.